ગુજરાત

gujarat

ETV Bharat / state

કંડલાના દીનદયાળ પોર્ટના વિકાસ માટે વધુ એક મહત્ત્વપૂર્ણ પ્રકલ્પ, હજારો એકર જમીન ફાળવવામાં આવી - SHIPBUILDING PROJECT AT KANDLA PORT

શિપ બિલ્ડિંગ પ્રોજેક્ટ અને મેગા ટર્મિનલ નિર્માણના પ્રોજેક્ટ માટે પોર્ટ દ્વારા 2000 એકર જમીન ફાળવવામાં આવી છે.

શિપ બિલ્ડિંગ પ્રોજેક્ટ માટે બે હજાર એકર જમીનની ફાળવણી કરવામાં આવી
શિપ બિલ્ડિંગ પ્રોજેક્ટ માટે બે હજાર એકર જમીનની ફાળવણી કરવામાં આવી (DPA)

By ETV Bharat Gujarati Team

Published : Feb 6, 2025, 3:35 PM IST

કચ્છ:કચ્છમાં શિપ બિલ્ડિંગ પ્રોજેક્ટ માટે બે હજાર એકર જમીનની ફાળવણી કરવામાં આવી છે. કચ્છના કંડલાના દીનદયાળ પોર્ટના વિકાસ માટે વધુ એક મહત્ત્વપૂર્ણ પ્રકલ્પ સાબિત થશે. શિપ બિલ્ડિંગ અને મેગા પોર્ટ બનાવવાના બંને પ્રકલ્પ અંગે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં DPA ની મુલાકાતે આવેલા કેન્દ્રીય શિપિંગ પ્રધાને કંડલા પોર્ટમાં 57 હજાર કરોડના શિપ બિલ્ડિંગ પ્રોજેક્ટ અને કંડલા પોર્ટની હદ પૂરી થઈ ગયા બાદ મેગા ટર્મિનલ નિર્માણના પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. જેના માટે પોર્ટ દ્વારા 2000 એકર જમીન ફાળવવામાં આવી છે.

ગ્રીન હાઈડ્રોજન હબ બનાવવાની દિશામાં તૈયારી:દીનદયાળ પોર્ટ ઓથોરિટીના મીડિયા કોર્ડિનેટર હરદીપસિંહ ઝાલા પાસેથી મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકાર દ્વારા કચ્છના દીનદયાળ પોર્ટને ગ્રીન હાઈડ્રોજન હબ બનાવવાની દિશામાં કાર્યવાહી પ્રગતિમાં છે. પોર્ટના વિકાસ માટે વધુ એક મહત્ત્વપૂર્ણ પ્રકલ્પ હાથ ધરવામાં આવી રહ્યો છે. જેમાં શિપ બિલ્ડિંગ અને મેગા પોર્ટ બનાવવાના બંને પ્રકલ્પ અંગે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

શિપ બિલ્ડિંગ પ્રોજેક્ટ માટે બે હજાર એકર જમીનની ફાળવણી કરવામાં આવી (DPA)

2000 એકર જેટલી જમીનની ફાળવણી:શિપ બિલ્ડિંગ પ્રોજેક્ટ માટે વ્યાપક જમીનની ફાળવણી પોર્ટ પ્રશાસન દ્વારા કરવામાં આવી છે. જેમાં પોર્ટ દ્વારા 2000 એકર જેટલી જમીનની ફાળવણી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ગાંધીધામની મુલાકાતે આવેલા કેન્દ્રીય શિપિંગ પ્રધાન સર્વાનંદ સોનોવાલે કંડલા પોર્ટમાં 57 હજાર કરોડના શિપ બિલ્ડિંગ પ્રોજેક્ટ અને કંડલા પોર્ટની હદ પૂરી થઈ ગયા બાદ મેગા ટર્મિનલ નિર્માણના પ્રોજેક્ટની જાહેરાત કરી હતી.

શિપ બિલ્ડિંગ પ્રોજેક્ટ માટે ટેન્ડર જારી: કંડલાના દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા શિપ બિલ્ડિંગ પ્રોજેક્ટ માટે ટેન્ડર પણ જારી કરવામાં આવ્યા છે. પોર્ટ દ્વારા 2000 એકર જમીન ફાળવવામાં આવી છે. જેમાં એક એકર જમીનના ભાવ અંદાજિત 27,510 રાખવામાં આવ્યા છે. જોકે બીડ બાદ ચોક્કસ દર નક્કી કરવામાં આવશે.તો આ લીઝની મુદ્દત 30 વર્ષ જેટલી રાખવામાં આવી છે. ટેન્ડર પ્રકિયામાં પ્લોટ ફાળવ્યાના બે વર્ષ દરમ્યાન નિર્માણ કાર્ય શરૂ કરવાનું રહેશે અને જો કામગીરી શરૂ નહીં કરવામાં આવે તો પ્લોટની ફાળવણી રદ કરવામાં આવશે.

1500 કરોડના પ્રોજેક્ટની જાહેરાત: આ ઉપરાંત કંડલા પોર્ટની હદ પૂરી થઈ ગયા બાદ મેગા ટર્મિનલ નિર્માણના પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી જે અંતર્ગત ટર્મિનલનાં નિર્માણ માટે પણ ટેન્ડર જારી કરવામાં આવ્યા છે. 1500 કરોડના ખર્ચે આ ટર્મિનલનું નિર્માણ કરવામાં આવશે અને પી.પી.પી. મોડેલના ધોરણે આ ટર્મિનલ નિર્માણ પામશે. માર્ચ મહિના સુધીમાં આ પ્રકલ્પ માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

હાઈડ્રોજન હબ બાદ વધુ એક મહત્ત્વપૂર્ણ પ્રકલ્પ:ઉલ્લેખનીય છે કે, હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ કેન્દ્રીય બજેટમાં પણ શિપ બિલ્ડિંગ ક્ષેત્રના વિકાસ માટે 25,000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, ત્યારે પોર્ટ દ્વારા જમીન ફાળવવા સહિતની પ્રક્રિયા હાથ ધરાતાં હાઈડ્રોજન હબ બાદ પોર્ટના ક્ષેત્રમાં વધુ એક મહત્ત્વપૂર્ણ પ્રકલ્પ કાર્યરત થશે.

આ પણ વાંચો:

  1. કચ્છની રાપર અને ભચાઉ નગરપાલિકાની ચૂંટણીઃ કયા વોર્ડ પર કોણ છે ઉમેદવાર, જાણો સમગ્ર ચૂંટણી પહેલાનું ચિત્ર

ABOUT THE AUTHOR

...view details