સુરત: સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટથી મુસાફરી કરનારા યાત્રીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. નવેમ્બર મહિના દરમિયાન સુરત એરપોર્ટથી 1.39.785 ડોમેસ્ટિક યાત્રીઓએ પ્રવાસ કર્યો હતો. જેમાં સૌથી વધુ 56.309 યાત્રી દિલ્હી-સુરત વચ્ચે નોંધાયા છે. હાલ સુરત એરપોર્ટથી 17થી 20 જેટલી ફ્લાઈટની મૂવમેન્ટ છે.
17થી 20 જેટલી ફ્લાઈટની મૂવમેન્ટ: બેંગ્લોર, ચેન્નઈ, ગોવા, દિલ્હી, દીવ, હૈદરાબાદ, જયપુર, કોલકાતા અને પૂને સહિતના શહેર સાથે સુરત એરપોર્ટથી કનેક્ટિવિટી છે. જ્યારે શારજાહ, દુબઈ અને બેંગકોક અને સુરત વચ્ચે પણ ફ્લાઈટની મૂવમેન્ટ છે. હાલ બેંગ્લોરની 3, ચેન્નઈની 2, દિલ્હીની 5, હૈદરાબાદની 2 અને ગોવા, દીવ, જયપુર, કોલકાતા તેમજ પૂનેની 1-1 ફ્લાઈટની મૂવમેન્ટ છે. સુરત એરપોર્ટથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ મળી 17થી 20 જેટલી ફ્લાઈટની મૂવમેન્ટ છે. પરંતુ મુસાફરોની વધતી સંખ્યા જોતા આ ફ્લાઈટ ઓછી પડી રહી હોવાની ફરિયાદ છે.
સુરત એરપોર્ટ પર યાત્રીઓની સંખ્યામાં વધારો થયો (Etv Bharat Gujarat) કેટલા યાત્રીઓએ પ્રવાસ કર્યો?: નવેમ્બરની વાત કરીએ તો, આ મહિનામાં સુરત એરપોર્ટથી 1.39.785 ડોમેસ્ટિક યાત્રીઓએ પ્રવાસ કર્યો હતો. જેમાં દિલ્હી અને સુરત વચ્ચે સૌથી વધુ 56.309 યાત્રીઓ પ્રવાસ કર્યો હતો. જ્યારે બેંગ્લોર-સુરત વચ્ચે 21.219, ચેન્નઈ-સુરત વચ્ચે 5.467, ગોવા-સુરત વચ્ચે 11.313, દીવ-સુરત વચ્ચે 3.523, હૈદરાબાદ- સુરત વચ્ચે 15.947, જયપુર-સુરત વચ્ચે 10.970, કોલકાતા-સુરત વચ્ચે 11.100 અને પૂને-સુરત વચ્ચે 3.937 યાત્રીએ પ્રવાસ કર્યો હતો. ત્યારે આ શહેરો ઉપરાંત વારાણસી, લખનઉ અને પટના સાથે પણ એર કનેક્ટિવિટી મળે તે માટે શહેરીજનો માંગ કરી રહ્યા છે.
સુરત એરપોર્ટ પર યાત્રીઓની સંખ્યામાં વધારો થયો (Etv Bharat Gujarat) સુરત એરપોર્ટ પર યાત્રીઓની સંખ્યામાં વધારો થયો (Etv Bharat Gujarat) દિલ્હી-સુરતની ફ્લાઈટ પોણા બે કલાક મોડી: એર ઇન્ડિયા એક્સપ્રેસની દિલ્હી-સુરત-દિલ્હીની ફલાઈટ પોણા બે કલાક મોડી પડી હતી. જેથી યાત્રીઓને હાલાકી થઇ હતી. એરપોર્ટના સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ દિલ્હી સુરતની ફલાઈટ દરરોજ સવારે 10: 00 વાગે દિલ્હી એરપોર્ટથી સુરત એરપોર્ટ આવવા નીકળે છે અને બપોરે 12:00 વાગે સુરત એરપોર્ટ પર પહોંચે છે. પરંતુ ગુરુવારે દિલ્હી એરપોર્ટ પરથી આ ફલાઈટ બપોરે 12:00 વાગે નીકળી હતી અને સુરત બપોરે 1:50 વાગે પહોંચી હતી. જેને લીધે આ ફલાઈટની આગળની પણ તમામ ઉડાન મોડી રહી હતી. ફલાઇટને વિલંબ થતા તમામ યાત્રીઓ એરપોર્ટ પર અટવાઇ ગયા હતા.
આ પણ વાંચો:
- સુરત: 16 વર્ષની સગીરા ઈન્સ્ટાગ્રામ મિત્રથી પ્રેગ્નેટ થઈ, ટોઈલેટમાં જાતે ડિલિવરી કરીને ભ્રુણને કચરામાં ફેંક્યું
- સુરતમાં ડાન્સિંગ ચાર રસ્તાની શરૂઆતઃ જુઓ- VIDEO, TRB જવાનો શું કરશે