ભાવનગર: નવા વર્ષમાં ભારતના વધુ એક ક્રિકેટરે નિવૃત્તિ જાહેર કરી છે. ગુજરાતના મૂળ ભાવનગરના શેલ્ડન જેક્સને વનડે અને ટી20 ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. જેક્સને 86 લિસ્ટ A ક્રિકેટમાં 9 સદી અને 14 અડધી સદી સાથે 2792 રન બનાવ્યા છે. તેમનો સર્વોચ્ચ સ્કોર 150* છે અને આ દરમિયાન તેમણે 42 કેચ પકડ્યા છે. તેમણે 84 T20 મેચ રમી છે, જેમાં 1 સદી અને 11 અડધી સદી સાથે 1812 રન બનાવ્યા, જેમાં તેમનો સર્વોચ્ચ સ્કોર 106* છે.
શેલ્ડન ફિલિપ જેક્સનનો જન્મ 27 સપ્ટેમ્બર 1986ના રોજ થયો હતો. તેઓ સ્થાનિક ક્રિકેટમાં સૌરાષ્ટ્ર માટે રમે છે. અને અગાઉ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમતા દેખાય હતા. તેઓ જમણા હાથનો વિકેટ કીપર-બેટર છે.
2012-13માં સારી સ્થાનિક સિઝન પછી, તેને ફેબ્રુઆરી 2013માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા સાઇન અપ કરવામાં આવ્યા હતા. તેમણે 2014-15ની રણજી ટ્રોફી સિઝનમાં પાંચમા-સૌથી વધુ રન મેળવનાર ખેલાડી તરીકે સન્માન પ્રાપ્ત કર્યું હતું. 2015-16 વિજય હજારે ટ્રોફી દરમિયાન , જેક્સને સ્પર્ધાના સતત બે દિવસમાં બે સદી ફટકારી હતી. જેક્સને 2011માં સૌરાષ્ટ્ર માટે ડેબ્યુ કર્યું હતું અને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 46.36ની એવરેજથી 7187 રન બનાવ્યા હતા, જેમાં 21 સદી અને 39 અડધી સદીનો સમાવેશ થાય છે.