નવી દિલ્હીઃ IPLની 20મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાશે. આ મેચ માટે બંને ટીમો સંપૂર્ણ રીતે તૈયાર છે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ આ સિઝનની તેની પ્રથમ જીત માટે ઉત્સુક છે, જ્યારે દિલ્હી કેપિટલ્સે પણ માત્ર એક જ મેચ જીતી છે. બંને ટીમો વચ્ચે સામાન્ય બાબત એ છે કે બંને અત્યાર સુધીમાં ત્રણ-ત્રણ મેચ હારી ચૂકી છે.
સૂર્યકુમાર યાદવની વાપસી થઈ શકે છે: જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ દિલ્હી સામે રમવા આવશે ત્યારે તેમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. નંબર વન ટી20 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ મુંબઈના પ્લેઈંગ-11નો ભાગ બની શકે છે. રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાનું ફોર્મ પણ મુંબઈ માટે ચિંતાનો વિષય છે. ટીમ ઈચ્છે છે કે બંને ખેલાડીઓ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે. રોહિત શર્મા આ સિઝનમાં અત્યાર સુધી લાંબી ઇનિંગ્સ રમી શક્યો નથી.
માર્શનું ફોર્મ દિલ્હી માટે ચિંતાનો વિષય: દિલ્હીની વાત કરીએ તો કેપ્ટન રિષભ પંતનું ફોર્મમાં છે. અકસ્માતની ઈજામાંથી સાજા થયા બાદ પંતે સતત બે અડધી સદી ફટકારી છે. પંતે આ સિઝનમાં અત્યાર સુધી 4 મેચમાં 38ની એવરેજથી 159 રન બનાવ્યા છે. આ સિવાય ડેવિડ વોર્નર પણ ઓપનિંગમાં શાનદાર બેટિંગ કરી રહ્યો છે. માર્શનું ફોર્મ ચોક્કસપણે દિલ્હી માટે ચિંતાનો વિષય છે.