નવી દિલ્હી: ભારત અને શ્રીલંકા વચ્ચે આગામી ત્રણ મેચની T20 અને ODI શ્રેણીની તારીખો અને સ્થળની મંગળવારે જાહેરાત કરવામાં આવી છે. ભારતના શ્રીલંકા પ્રવાસ દરમિયાન, ત્રણેય T20 મેચ પલ્લેકલેમાં રમાશે અને ત્રણેય ODI મેચો કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.
T20 શ્રેણી 26 જુલાઈથી શરૂ થશે: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ 26 જુલાઈથી શરૂ થનારી સફેદ બોલની શ્રેણી માટેના સ્થળોની જાહેરાત કરી છે. પ્રથમ ટી20 મેચ 26 જુલાઈ, બીજી ટી20 27 જુલાઈ અને ત્રીજી અને અંતિમ ટી20 29 જુલાઈના રોજ રમાશે. આ તમામ T20 મેચો ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે.
ત્રણેય ODI કોલંબોમાં રમાશે:આ પછી, બંને ટીમો ODI શ્રેણી માટે કોલંબો માટે રવાના થશે જ્યાં ત્રણેય ODI મેચો રમાશે. તમામ ODI મેચો ભારતીય સમય અનુસાર બપોરે 2.30 વાગ્યે શરૂ થશે. નવા હેડ કોચ ગૌતમ ગંભીરનું આ પહેલું કામ હશે, જે રાહુલ દ્રવિડનું સ્થાન લેશે. વનડે શ્રેણી 1 ઓગસ્ટથી શરૂ થશે. બીજી અને ત્રીજી વનડે અનુક્રમે 4 અને 7 ઓગસ્ટે રમાશે.
હાર્દિકને મળી શકે શકે છે મોટી જવાબદારી: એવું પણ જાણવા મળ્યું છે કે, સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને રોહિત શર્માને ODI પ્રવાસ માટે આરામ આપવામાં આવી શકે છે અને તેઓ રેડ-બોલ ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. શ્રીલંકામાં ટીમની કમાન ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી શકે છે, જે 2024 ટી-20 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન હતો.
ટીમ ઈન્ડિયાની જાહેરાત આવતા અઠવાડિયે થઈ શકે છે:અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ ઝિમ્બાબ્વે સામે ચાલી રહેલી T20 શ્રેણી માટે હાર્દિક અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહ સહિત તમામ વરિષ્ઠ ખેલાડીઓને આરામ આપ્યો હતો. આગામી સપ્તાહે શ્રીલંકા શ્રેણી માટે ટીમની જાહેરાત થઈ શકે છે.
ભારત વિ શ્રીલંકા T20I સિરીઝ શેડ્યૂલ:-