નવી દિલ્હીઃમુંબઈ અને બેંગ્લોર વચ્ચે રમાયેલી સેમીફાઈનલ મેચમાં બેંગ્લોર જીતીને ફાઇનલમાં પહોંચી ગયું છે. ટાટાએ આ જીતની હીરો એલિસા પેરીને ખાસ ભેટ આપી હતી. મેચ બાદ પેરીને પાવર ઓફ પંચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. ટાટાએ તેમને આ એવોર્ડ આપ્યો છે. પાવર ઓફ ધ પંચ એવોર્ડ પેરીને ફ્રેમમાં સુશોભિત તૂટેલા અરીસાના રૂપમાં આપવામાં આવ્યો હતો.
પેરીએ TATAની કારનો કાચ તોડ્યો: વાસ્તવમાં પેરીને ફ્રેમમાં જે અરીસો આપવામાં આવ્યો હતો તે પેરીએ પોતે જ તોડી નાખ્યો હતો. 4 માર્ચે, યુપી વોરિયર્સ અને બેંગ્લોર વચ્ચે રમાયેલી મેચમાં, પેરીએ શાનદાર સિક્સ ફટકારી જે મેદાનની બહાર પાર્ક કરેલી ટાટા કારની વિન્ડશિલ્ડ સાથે અથડાઈ. જેના કારણે કાચ તૂટી ગયો હતો. તે સિક્સની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ હતી. જ્યારે આ કાચ તૂટ્યો ત્યારે પેરી અને ટીમની પ્રતિક્રિયા જોવા જેવી હતી.