નવી દિલ્હીઃભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ આ દિવસોમાં પોતાના શાનદાર પ્રદર્શનથી દરેકના દિલ પર રાજ કરી રહ્યા છે. ગિલને ભવિષ્યનો વિરાટ કોહલી પણ કહેવામાં આવે છે. ક્રિકેટ જગતના દિગ્ગજો ઘણીવાર ગિલની રમતના વખાણ કરતા જોવા મળે છે. તે તેની લવ લાઈફને લઈને પણ ઘણી ચર્ચામાં રહે છે. ગિલનું નામ ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથે વારંવાર જોડાય છે.
સારા અને ગિલની બહેન સાથે જોવા મળી : મીડિયામાં તેમના અફેરની ઘણી ચર્ચા છે પરંતુ બંનેએ ક્યારેય તેની પુષ્ટિ કરી નથી. ગિલ અને સારાના અફેરની અફવાઓ વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે જે ગિલ અને સારાના સંબંધોની આ અફવાઓને બળ આપે છે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સચિનની લાડલી સારા તેંડુલકર કારમાં જોવા મળી હતી અને તેની સાથે કારમાં શુભમન ગિલની બહેન પણ હાજર હતી.
મીડિયાથી મોઢું છુપાવ્યું : મીડિયાને જોતા જ શુભમન ગિલની બહેન શહેનાઝ ગિલ તરત જ તેના ચહેરા પર માસ્ક પહેરી લેતી હતી જ્યારે સારા તેના હાથ વડે પોતાનો ચહેરો છુપાવતી જોવા મળી હતી. આ સમય દરમિયાન, શહેનાઝે ઘેરા લીલા રંગનો ડ્રેસ પહેર્યો છે જ્યારે સારા કાળા રંગના ડ્રેસમાં જોવા મળી રહી છે. શનિવાર રાત સુધી ગિલ પણ મુંબઈમાં હાજર હતો પરંતુ તે સારા અને તેની બહેન શહેનાઝ સાથે જોવા મળ્યો ન હતો. શનિવારે સારાના પિતા સચિન તેંડુલકર અને માતા અંજલિ પણ એક રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા હતા.
અફવાએ વધું વેગ પકડયો : હવે ગિલની બહેન અને સારાને ફરી એકવાર સાથે જોઈ શુભમન ગિલ અને સારા તેંડુલકર વચ્ચેના સંબંધોએ જોર પકડ્યું છે. ચાહકો જાણવા માંગે છે કે આ બંને વચ્ચે શું ચાલી રહ્યું છે.
- રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આ ખેલાડીને મળ્યું આમંત્રણ, જાણો અયોધ્યામાં કયા-કયા ક્રિકેટરો હાજર રહેશે
- MS Dhoni : કેપ્ટન કુલ ધોની વિરુદ્ધ પૂર્વ ક્રિકેટરે દિલ્હી હાઈકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો