અમદાવાદ:ગુજરાત જાયનટ્સના યુવા કેપ્ટન અને ભારતીય ક્રિકેટ ટીમના વાઇસ કેપ્ટન શુભમન ગિલ ICC ODI રેન્કિંગમાં બાબર આઝમને પાછળ છોડીને વિશ્વનો નંબર 1 બેટ્સમેન બની ગયો છે. 19 ફેબ્રુઆરીના રોજ ગિલ અગાઉ ઘરઆંગણે રમાયેલ ઇંગ્લેન્ડ સામેની 3 મેચની શ્રેણીમાં શાનદાર પ્રદર્શન બાદ ટોચના સ્થાને પહોંચ્યો.
બીજી વખત આ ટાઇટલ મેળવ્યું:
આ બીજી વખત છે જ્યારે ગિલે ODI ક્રિકેટમાં નંબર 1 રેન્કિંગ જાળવી રાખ્યું છે, જેમાં યુવા ભારતીય બેટ્સમેન પાકિસ્તાનના બાબર આઝમને પાછળ છોડીને ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ના મધ્યમાં ટોચનું સ્થાન પાછું મેળવ્યું છે.
વનડે અને ડોમેસ્ટિકમાં સતત સારું પ્રદર્શન:
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં બેટિંગથી પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહેનાર શુભમન યોગ્ય સમયે ફોર્મમાં પાછો ફર્યો, તેણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા ઇંગ્લેન્ડ સામે બે અડધી સદી અને એક સદી ફટકારી. ઈંગ્લેન્ડ સામે 3 મેચની શ્રેણી રમતા શુભમને એક સદી અને બે અડધી સદી ફટકારી અને 86.33 ની સરેરાશથી કુલ 259 રન બનાવ્યા. કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી હજુ પોતાના જૂન અવતારમાં આવવનો પ્રયત્ન કરી રહ્યા છે, એવામાં ઉપ-કેપ્ટન ગિલને ભારતને ત્રીજી વખત ટાઇટલ જીતવામાં મદદ કરવા માટે કેટલાક અસાધારણ પ્રદર્શન કરવા પડશે.
પાકિસ્તાનના બાબર આઝમને પાછળ છોડ્યો:
ગયા અઠવાડિયે જમણા હાથના આ બેટ્સમેન બાબર આઝમથી માત્ર 5 પોઇન્ટ પાછળ હતો. ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની તૈયારીમાં, બાબરે ત્રિકોણીય શ્રેણીમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું. બાબરે 13 પોઈન્ટ ગુમાવ્યા, જ્યારે શુભમને 15 વધુ પોઈન્ટ ઉમેરીને પોતાના રેન્કિંગમાં સુધારો કર્યો. આ યુવા ભારતીય બેટ્સમેનના નામે હવે 796 પોઈન્ટ છે, જ્યારે બાબરના નામે 776 પોઈન્ટ છે.
વનડે બેટ્સમેનોની રેન્કિંગમાં ચાર ભારતીયોએ ટોચના 10માં સ્થાન મેળવ્યું છે. ગિલ પછી રોહિત શર્મા (3) વિરાટ કોહલી (6) અને શ્રેયસ ઐયર (9)નો નંબર આવે છે. BCCI એ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભરતને પાકિસ્તાન જવાનો ઇનકાર કર્યા બાદ રોહિત એન્ડ કંપની ગ્રુપ સ્ટેજમાં ત્રણ મેચ રમશે જે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ખાતે યોજાશે.
આ પણ વાંચો:
- Champions Trophy Live: પહેલી મેચમાં જ પાકિસ્તાનને ફાંફાં પડી ગયા, ટુર્નામેન્ટમાં વિલ યંગની પહેલી સદી
- રણજી સેમી ફાઇનલ: ગુજરાતના પ્રિયાંક પંચાલની શાનદાર સદી, માત્ર એક જ વિકેટ ગુમાવી 222નો સ્કોર ઊભો કર્યો