નવી દિલ્હીઃભારતીય ક્રિકેટ ટીમના જમણા હાથના બેટ્સમેન સરફરાઝ ખાનના ભાઈ મુશીર ખાનની કારને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં તેની ગરદનને ગંભીર ઈજા થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ દરમિયાન તે પોતાના પિતા સાથે કારમાં હતો અને અકસ્માત બાદ કાર ઘણી વખત પલટી ગઈ. મુશીર તેના પિતા સાથે ઈરાની કપ મેચ માટે લખનઉ જઈ રહ્યો હતો.
મુશીર 1 ઓક્ટોબરથી 5 ઓક્ટોબર દરમિયાન લખનૌમાં ઈરાની કપની મેચમાં ભાગ લેવાનો હતો. આ માટે તે લખનૌ જઈ રહ્યો હતો, આ દરમિયાન તેની કારનો અકસ્માત મુંબઈ માટે મોટો ફટકો છે. મુશીર ખાનની ઈજા કેટલી ગંભીર છે તે અંગે હજુ સુધી કોઈ અપડેટ નથી, પરંતુ તે ઈરાની કપમાંથી બહાર થઈ જશે તે લગભગ નિશ્ચિત છે.
એમસીએના એક વરિષ્ઠ અધિકારીએ ETV ભારતને પુષ્ટિ આપી છે કે, મુંબઈ ક્રિકેટ એસોસિએશન ઘાયલ મુશીર ખાનના સ્થાને કોઈ જાહેરાત કરશે નહીં, જે લખનૌમાં રેસ્ટ ઓફ ઈન્ડિયા અને રણજીત ટ્રોફીના વિજેતાઓ વચ્ચે યોજાનાર પ્રતિષ્ઠિત ZR ઈરાની કપની ટક્કર ચૂકી જશે.