મહારાષ્ટ્ર: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના સુરક્ષા ગાર્ડે પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. મૃતક એસઆરપીએફનો જવાન હતો અને તેણે પોતાના પૈતૃક ઘરે સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી હતી. મૃતકની ઓળખ પ્રકાશ કાપડે તરીકે કરવામાં આવી છે, તેણે તેના પૈતૃક ઘરમાં સવારે 1 વાગ્યે આ ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો: કહેવામાં આવી રહ્યું છે કે, પ્રકાશ કાપડે સચિન તેંડુલકરના ઘરે કામ કરતો હતો. આત્મહત્યાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે સર્વિસ રિવોલ્વર પોતાના કબજામાં લીધી છે. આ પછી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. પોલીસ આત્મહત્યાનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.
મહારાષ્ટ્રના મંત્રીના બોડીગાર્ડ પણ રહી ચૂક્યા છે:સમાચાર અનુસાર, 37 વર્ષીય કાપડેએ અંગત કારણોસર આત્મહત્યા કરી છે. તેના પરિવારમાં તેની માતા, પિતા, પત્ની અને 2 બાળકો છે. તમને જણાવી દઈએ કે, મૃતક પ્રકાશ કાપડે મહારાષ્ટ્રના મંત્રી છગન ભુજબળ અને નારાયણ રાણેના બોડીગાર્ડ તરીકે પણ કામ કરી ચૂક્યા છે.
આત્મહત્યાના કારણોની તપાસ ચાલું: રાત્રે લગભગ 1 વાગ્યે આ માહિતી મળતાં જ જામનેર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર કિરણ શિંદે અને તેમના સાથીદારો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસનું કહેવું છે કે, તેઓ આત્મહત્યાના કારણોની તપાસ કરવા તેના નજીકના લોકોની પૂછપરછ કરશે. આ ઘટના ત્યારે બની જ્યારે તેનો આખો પરિવાર સૂતો હતો.
- લખનૌની હાર બેંગલુરુ માટે ફાયદાકારક, રાજસ્થાન રોયલ્સ પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ ગઈ - IPL 2024