ગુજરાત

gujarat

ETV Bharat / sports

Pro Kabaddi League : પુનેરી પલટન અને પટના પાઇરેટ્સનો રોમાંચક મુકબાલો, છેલ્લી રેઈડમાં બાજી પલટી

પ્રો કબડ્ડી લીગનો રોમાંચક મુકાબલો પુનેરી પલટન અને પટના પાઇરેટ્સ વચ્ચે રમાયો હતો. આ મેચમાં અંત સુધી લડત રહી અને આખરે મેચ 32-32 થી ટાઈ થઈ હતી. જોકે આ અંગે પુનેરી પલટનના કેપ્ટન અસલમ ઇનામદારે ખુલીને વાત કરી હતી.

By ANI

Published : Jan 29, 2024, 12:52 PM IST

પુનેરી પલટન અને પટના પાઇરેટ્સનો રોમાંચક મુકબાલો
પુનેરી પલટન અને પટના પાઇરેટ્સનો રોમાંચક મુકબાલો

બિહાર :પ્રો કબડ્ડી લીગ સીઝન 10 માં પુનેરી પલટન અને પટના પાઇરેટ્સ વચ્ચેની રોમાંચક મેચ 32-32 થી ટાઈ થઈ હતી. પુણેની ટીમે મેચમાં મોટાભાગના સમયમાં લીડ જાળવી રાખી હતી, પરંતુ પટના પાઇરેટ્સની ટીમ છેલ્લી દસ મિનિટમાં વળતો જવાબ આપી મેચની અંતે સ્કોરમાં બરાબરી કરવામાં સફળ રહી હતી.

આ રોમાંચક મુકાબલા વિશે પુનેરી પલટનના કેપ્ટન અસલમ ઇનામદારે કહ્યું કે, અમારી ભૂલોને કારણે જ અંતે મેચ ટાઈ થઈ છે. મને લાગ્યું કે ડિફેન્ડર્સ તેમના પ્રદર્શનને વધુ સારી રીતે નિયંત્રિત કરી શક્યા છે. અમારે સખત પ્રેક્ટિસ કરવી પડશે અને અમારી ભૂલો સુધારવી પડશે. અમારી આગામી મેચો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

મેચની છેલ્લી રેઈડ કરતા પહેલા પટના પાઇરેટ્સ એક પોઇન્ટથી આગળ હતી. કેપ્ટને ફાઈનલ રેઈડ પહેલા ટીમ સાથે થયેલી વાતચીત વિશે કહ્યું કે, મને ખબર હતી કે મનજીત છેલ્લી રેઈડમાં બોનસ પોઈન્ટ માટે પ્રયાસ કરશે. મેં મારી ટીમના ખેલાડીઓને કહ્યું કે આપણે તેને બોનસ પોઈન્ટ ન લેવા દઈએ. તે બોનસ પોઈન્ટ મેળવી શકે તે પહેલા ડિફેન્ડરે તેને ટચ કર્યો અને તેનાથી અમે કમસે કમ મેચ ટાઈ કરવામાં સફળ રહ્યા હતા.

પુનેરી પલટન માટે મોહમ્મદરેઝા શાદલોઈ ચિયાનેહે કેટલાક નિર્ણાયક ટચ પોઈન્ટ મેળવ્યા હતા. જ્યારે તેની રેઈડ ક્ષમતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે કેપ્ટન અસલમ ઇનામદારે કહ્યું કે, "શાદલોઈ એક શક્તિશાળી રેઈડર છે. ડિફેન્ડર્સ સમજી શકતા નથી કે શાદલોઈ તેની રેડ કેવી રીતે કરે છે. તેથી જ અમે તેને મેચના છેલ્લા ભાગમાં થોડી રેઈડ માટે મોકલ્યો હતો. પરંતુ તે મેચના અંતમાં આઉટ થયો હતો. પછી અમે એક મહત્વની ટેકલ કરી મેચને ટાઈ કરવામાં સફળ રહ્યા.

પુનેરી પલટન મંગળવારે તેની આગામી મેચમાં તેલુગુ ટાઇટન્સ સામે ટકરાશે. આગામી મેચ વિશે કેપ્ટન ઇનામદારે કહ્યું કે, ધ ટાઇટન્સ ચોક્કસપણે કોઈપણ દબાણ વિના રમશે કારણ કે તેઓ પ્લેઓફની રેસમાંથી બહાર છે. જોકે, અમે આ સિઝનમાં જે રીતે રમી રહ્યા છીએ તે રીતે રમવાનું ચાલુ રાખીશું. અમે ધ્યાન આપીશું કે, અમારી ભૂલો ઓછી થાય અને આ સ્પર્ધામાં કોઈપણ ટીમને હળવાશથી લઈ શકીએ નહીં.

  1. પ્રો કબડ્ડી લીગ: પટના પાઇરેટ્સનો તેલુગુ ટાઈટન્સ સામે જબરદસ્ત વિજય, સચિનના શાનદાર 14 પોઈન્ટનો કમાલ
  2. પ્રો કબડ્ડી લીગઃ બેંગલુરૂ બુલ્સને હરાવી બંગાળ વોરિયર્સે મારી બાજી, જીતનો હીરો બન્યો મનીન્દર સિંહ

ABOUT THE AUTHOR

...view details