નવી દિલ્હી:IPL 2024ની 37મી મેચ પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને નજીકની મેચમાં હરાવ્યું છે. આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સની આ ચોથી જીત છે, જ્યારે પંજાબ કિંગ્સ સતત પાંચમી મેચ હારી છે. આ જીત બાદ પણ ગુજરાત ટાઇટન્સ ટોપ 4ની યાદીમાંથી બહાર છે.
જાણો મેચની ખાસ વાતો:
સાઈ કિશોરનું શાનદાર પ્રદર્શનઃ સાઈ કિશોરે પંજાબ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ટીમ માટે મહત્વની 4 વિકેટ લીધી હતી. સાઈ કિશોરે જીતેશ શર્મા, શંશક સિંહ, આશુતોષ શર્મા અને પ્રભાસિમરન સિંહને પેવેલિયન મોકલ્યા હતા. પંજાબની ટીમમાં માત્ર બે ખેલાડી જ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે, બંને ખેલાડી સાઈ કિશોરનો શિકાર બન્યા. છેલ્લી મેચમાં પણ આશુતોષે મુંબઈના જડબામાંથી વિજય લગભગ છીનવી લીધો હતો.
લાંબી ઇનિંગ્સની આશામાં ચાહકો નિરાશ:ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન શુભમન ગિલ 35 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 120ના સ્ટ્રાઈક રેટથી 29 બોલ રમીને રન બનાવ્યા જે તેના ક્રિકેટને લઇને બિલકુલ અનુકૂળ નથી. ગિલ હજુ ટીમ માટે તે ફોર્મમાં આવ્યો નથી. ચાહકોને આશા છે કે, ગિલ મોટી અને લાંબી ઇનિંગ્સ રમશે. પરંતુ અત્યાર સુધી તે લાંબી અને મોટી ઇનિંગ્સ રમી શક્યો નથી.
બંને ટીમના કોઈપણ ખેલાડીનો સર્વોચ્ચ સ્કોર 36 રન: પંજાબનો કોઈ ખેલાડી શાનદાર પ્રદર્શન કરી શક્યો નથી. કેપ્ટન સેમ કુરન 20 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે રોસોએ 9, જીતેશ શર્મા 13, લિયામ લિવિંગ્સ્ટન 6, શશાંક સિંહ 8 અને આશુતોષ શર્માએ 3 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતના વિકેટકીપર સાહાએ 13 રન, સાન સુદર્શને 31 રન બનાવ્યા હતા, આ સિવાય શુભમન ગિલ 35 રન બનાવીને અને રાહુલ તેવટિયા 36 રન બનાવીને આઉટ થયા હતા.
- વિરાટ કોહલી IPLમાં 250 સિક્સર મારનાર બીજો ભારતીય બેટ્સમેન બન્યો, જાણો ટોપ પર કોણ છે - Virat Kohli
- રોહિત શર્મા પછી ટીમ ઈન્ડિયાના કેપ્ટન માટે સુરેશ રૈનાએ પહેલી પસંદ જણાવી, જાણો કોણ છે આ ખેલાડી - Shubman Gill