નવી દિલ્હી: ભારતીય મહિલા પેરા રનર પ્રીતિ પાલે પેરિસ પેરાલિમ્પિક્સ 2024ના ત્રીજા દિવસે ભારત માટે ત્રીજો મેડલ જીત્યો છે. તેણે મહિલાઓની 100 મીટર T-35 ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતની પ્રીતિ પાલે શુક્રવારે મહિલાઓની 100 મીટર (T35 - એમ્બ્યુલેટરી એથ્લેટ) સ્પર્ધામાં 14.21 સેકન્ડના વ્યક્તિગત શ્રેષ્ઠ સમય સાથે ત્રીજું સ્થાન મેળવીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
પ્રીતિ પાલે ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો:
બ્રોન્ઝ મેડલ જીતીને, 23 વર્ષની પ્રીતિએ પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં પેરા-એથ્લેટિક્સ એથ્લેટ્સમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો છે. આ ઈવેન્ટમાં ચીનના ઝોઉ ઝિયા (13.58 સેકન્ડ) અને ગુઓ કિયાનકિઆન (13.74 સેકન્ડ)એ અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા છે. પ્રીતિ પાલે ટુર્નામેન્ટના ત્રીજા દિવસે બ્રોન્ઝ મેડલ જીતીને દેશને દિવસનો ત્રીજો મેડલ અપાવ્યો છે. અગાઉ અવની લેખરા અને મોના અગ્રવાલે શૂટિંગમાં અનુક્રમે ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ બંનેએ પેરાલિમ્પિકમાં ભારત માટે મેડલનું ખાતું ખોલાવ્યું છે.
પ્રીતિ પોલની અત્યાર સુધીની સફર:
T35 વર્ગીકરણ એ એથ્લેટ્સ માટે છે જેમને હાયપરટોનિયા, એટેક્સિયા અને એથેટોસિસ, તેમજ મગજનો લકવો જેવી સંકલનની ખામી હોય છે. આ મેગા ઈવેન્ટમાં આવતા પહેલા પ્રીતિ પાલનું પ્રદર્શન ઘણું પ્રભાવશાળી હતું. પાલને વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ (2024)માં બે બ્રોન્ઝ મેડલ, ઈન્ડિયન ઓપન પેરા એથ્લેટિક્સ ઈન્ટરનેશનલ ચેમ્પિયનશિપ (2024) અને નેશનલ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ (2024)માં બે ગોલ્ડ મેડલ જીત્યા છે.
- પેરિસ પેરાલિમ્પિક્સ 2024ના બીજા જ દિવસે ભારતને શૂટિંગમાં મળ્યો ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ… - Paris Paralympics 2024
- 3 વખતનો ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન અલ્કારાઝ બીજા રાઉન્ડમાંથી બહાર, વિશ્વના નંબર 74 ખેલાડીએ હરાવ્યો... - US Open 2024