નવી દિલ્હીઃભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિક 2024માં ઈતિહાસ રચ્યો છે. વિનેશ ફોગાટ ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર બની છે. આ સાથે તેણે ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ પણ નિશ્ચિત કર્યો છે. વિનેશે ત્રણ વખત ઓલિમ્પિકમાં ભાગ લીધો છે અને પ્રથમ વખત તેણે મેડલ સુનિશ્ચિત કર્યો છે.
મહિલા કુશ્તીની 50 કિગ્રા વર્ગમાં વિનેશ ફોગાટની ઐતિહાસિક જીતે દેશવાસીઓની પ્રશંસા અને ધ્યાન આકર્ષિત કર્યું છે. ભારતના ભૂતપૂર્વ સુવર્ણ ચંદ્રક વિજેતા અભિનવ બિન્દ્રાએ લખ્યું, 'એક ફાટેલું અસ્થિબંધન, ઓછી વજનની શ્રેણી, એક અજય વિશ્વ ચેમ્પિયન. તેના માર્ગમાં કોઈ અવરોધ આવી શકે નહીં'
દિલ્હીના રોડ પર ઢસેડાઈ હતીઃફાઈનલમાં પહોંચી પ્રથમ ભારતીય મહિલા કુસ્તિબાજઃ અભિનવ બિન્દ્રાએ વિનેશ ફોગાટના અવરોધોને સચોટ રીતે વ્યક્ત કર્યા, તેના થોડા સમય બાદ તે ઓલિમ્પિકમાં ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બની. અહીં સુધી પહોંચવાની વિનેશ ફોગાટની સફર બિલકુલ સરળ રહી નથી. વિનેશ ફોગાટને ગયા વર્ષે મે મહિનામાં દિલ્હીના રસ્તા પર ધક્કો મારવામાં આવ્યો હતો, ઢસેડવામાં આવી હતી અને રોડ પર સુઈ જવા માટે મજબૂર થવું પડ્યું હતું.
બ્રજ ભૂષણ શરણ સિંહની ધરપકડની માગઃ કુસ્તીના મેદાનથી દૂર, વિનેશ અને તેના સાથી કુસ્તીબાજો, જેમાં ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયા અને સાક્ષી મલિકનો સમાવેશ થાય છે, એક અલગ જંગ લડી રહ્યા હતા. તે સતત રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના વડા બ્રજ ભૂષણ શરણ સિંહની ધરપકડની માંગ કરી રહ્યા હતા. આ તમામ કુસ્તીબાજોએ WFIના વડા પર પર અનેક મહિલા ખેલાડીઓ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે સમગ્ર દેશમાં ઘણી ચર્ચા અને વિવાદ થયો હતો. આ પછી પણ મહિલા કુસ્તીબાજો હિંમત હારી નહીં, કારણ કે જંતર-મંતર પર કુસ્તીબાજો અડગ ઊભા હતા.
નીરજ ચોપરાએ પણ વ્યક્ત કર્યો હતો ટેકોઃ આ પછી જે તસવીરો સામે આવી હતી તેણે સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. પોલીસે વિરોધ કરી રહેલા કુસ્તીબાજોની અટકાયત કરવા બળનો ઉપયોગ કર્યો હતો, જેના પગલે નીરજ ચોપરા સહિતના ટોચના ખેલાડીઓએ તેમનો ટેકો વ્યક્ત કર્યો હતો. તે સમયે નીરજે મહિલા કુસ્તીબાજોનું સમર્થન કરતા X પર પણ લખ્યું હતું કે, 'મને આ જોઈને દુઃખ થયું છે, આનો સામનો કરવાનો કોઈ સારો રસ્તો હોવો જોઈએ.