નવી દિલ્હી: વિનેશ ફોગાટે શાનદાર પ્રદર્શન કર્યું અને પેરિસ ઓલિમ્પિક 2024માં ફાઇનલમાં જગ્યા બનાવી. રાત્રે રમાયેલી સેમીફાઈનલમાં આખું ભારત પોતાના વિજયની ઉજવણી કરી રહ્યું હતું. એવામાં અચાનક જ સૌ નિસરશ થાય છે. કારણ કે ઓલિમ્પિક ફાઈનલ મેચ પહેલા ભારતની વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક 2024માં 50 કિગ્રા મહિલા ફ્રીસ્ટાઈલ ગોલ્ડ મેડલ મેચમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી છે.
આજે વિનેશ સ્પર્ધા પહેલા તેના નિર્ધારિત વજન કરતા 100 ગ્રામ વધારે હતી. ફાઇનલમાં ફોગાટ યુ.એસ.એની સારાહ હિલ્ડેબ્રાન્ડનો સામનો કરવાની હતી. પરંતુ તે પહેલા જ તેને ગેરલાયક ઠેરવવામાં આવી છે. IOAના નિવેદન અનુસાર, આજે સવારે તેનું વજન 50 કિલોથી થોડું વધારે હતું. થોડું વધારે વજન પણ તમને કોઈપણ કેટેગરીમાં ભાગ લેવા માટે ગેરલાયક ઠરે છે.
શા માટે વજન માપવામાં આવે છે?
વજનની પ્રક્રિયા એ કોઈપણ કુસ્તી સ્પર્ધાનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગના આંતરરાષ્ટ્રીય કુસ્તીના નિયમો હેઠળ દરેક આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ માટે તેનું પાલન કરવામાં આવે છે જેથી તે નક્કી કરવામાં આવે કે કોઈ સ્પર્ધકનું વજન વધારે તો નથી ને.
જો કોઈ રમતવીર ભાગ લેતો નથી અથવા વજનમાં નિષ્ફળ જાય છે, તો તેને સ્પર્ધામાંથી બહાર કરી દેવામાં આવે છે અને રેન્ક વિના છેલ્લા સ્થાને મૂકવામાં આવે છે. વજન અંગેની માહિતી ટીમ લીડર દ્વારા મેચના એક દિવસ પહેલા બપોરે 12:00 વાગ્યા સુધીમાં આયોજકોને પહોંચાડવાની હોય છે.