હૈદરાબાદ:દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ અને પાકિસ્તાન ક્રિકેટ ટીમ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ આજે એટલે કે 26 ડિસેમ્બરે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્કમાં રમાશે. અગાઉ, બંને ટીમો વચ્ચે ત્રણ મેચોની ટી-20 શ્રેણી અને એટલી જ મેચોની વનડે શ્રેણી રમાઈ હતી. દક્ષિણ આફ્રિકાએ ટી-20માં 2-0થી જીત મેળવી હતી જ્યારે વનડે શ્રેણીમાં પાકિસ્તાને મુલાકાતી ટીમને 3-0થી હરાવ્યું હતું. હવે તમામની નજર ટેસ્ટ શ્રેણી પર છે. જો કે, ટેસ્ટ ક્રિકેટમાં આફ્રિકાએ તાજેતરમાં શ્રીલંકા સામેની ઘરેલું શ્રેણીમાં 2-0થી પ્રભાવશાળી જીત નોંધાવી હતી.
બંને ટીમો વચ્ચે બોકસીંદ ડે શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ સેન્ચુરિયન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલને ધ્યાનમાં રાખીને દક્ષિણ આફ્રિકા માટે આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. બીજી તરફ પાકિસ્તાનની ટીમ પણ દક્ષિણ આફ્રિકાને ટક્કર આપવા માંગશે. તમને જાણવી દઈએ કે પાકિસ્તાન છેલ્લે 2007માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટેસ્ટ મેચ જીત્યું હતું.
બીજી તરફ, પાકિસ્તાન સફેદ બોલ ક્રિકેટમાં તેના શાનદાર પ્રદર્શન બાદ આ જ ગતિ જાળવી રાખવાના ઈરાદા સાથે ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કરશે. તાજેતરમાં, પાકિસ્તાને ત્રણ વર્ષ પછી પ્રથમ વખત ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી જીતી હતી. જોકે પાકિસ્તાન હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે, પરંતુ ટીમ રેડ-બોલ ક્રિકેટમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવાનો પ્રયાસ કરશે.
બંને ટીમ વચ્ચે હેડ ટુ હેડ રેકોર્ડ:
દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાનની ટીમો વચ્ચે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 28 મેચ રમાઈ છે, જેમાં દક્ષિણ આફ્રિકાનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું છે. આ 28 મેચોમાંથી સાઉથ આફ્રિકાએ 15માં જીત મેળવી છે, જ્યારે પાકિસ્તાને માત્ર 6 મેચ જીતી છે. 7 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે, ટેસ્ટ ફોર્મેટમાં પાકિસ્તાન પર દક્ષિણ આફ્રિકાનો દબદબો છે. આ સાથે જ સ્થાનિક પરિસ્થિતિઓનો ફાયદો દક્ષિણ આફ્રિકાને વધુ મજબૂત બનાવે છે.