નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનની 10મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 19 બોલ બાકી રહેતા 7 વિકેટે પરાજય થયો હતો. આ હાર બાદ જ ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન અને કોમેન્ટેટર માઈકલ વોને એક મોટી વાત કહી છે. આરસીબી વિશે મોટી વાત કરતા તેણે કહ્યું છે કે આ ટીમ માટે ટ્રોફી જીતવી અશક્ય છે.
RCB માટે IPL જીતવું અશક્ય છે: માઈકલ વોને બેંગલુરુના બોલિંગ આક્રમણની ખુલ્લેઆમ ટીકા કરી છે. તેણે ટીમના બોલિંગ આક્રમણને હલકું ગણાવ્યું છે. એક્સ પર પોસ્ટ કરતી વખતે વોને આ મોટી વાત કહી છે. તેણે પોસ્ટ કરીને લખ્યું, 'આરસીબી માટે આ બોલિંગ આક્રમણથી આઈપીએલ જીતવી અશક્ય છે.' RCB ટીમની બોલિંગ અત્યારે ઘણી નબળી દેખાઈ રહી છે.
બોલિંગ આક્રમણ નબળુંઃRCBએ IPL 2024માં અત્યાર સુધીમાં કુલ 3 મેચ રમી છે. તેને 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમના ઝડપી બોલિંગ આક્રમણની વાત કરીએ તો ટીમ મોહમ્મદ સિરાજ, યશ દયાલ અને અલઝારી જોસેફ સાથે મેદાનમાં ઉતરી રહી છે. જ્યારે ટીમમાં માત્ર મયંક ડાગર સ્પિન બોલર તરીકે જોવા મળી રહ્યો છે. આ સિવાય સ્પિનર કર્ણ શર્મા પણ ટીમમાં હાજર છે, જેને પ્લેઇંગ 11માં તક નથી મળી રહી.
KKR સામે મોટી હારઃમાઈકલ વોનનું આ નિવેદન KKRના હાથે RCBની હાર બાદ આવ્યું છે. IPLની 10મી મેચમાં વિરાટ કોહલીની 83 રનની અણનમ ઇનિંગના કારણે RCBએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 182 રન બનાવ્યા હતા. આ લક્ષ્યાંક 16.5 ઓવરમાં 3 વિકેટના નુકસાને 183 રન બનાવીને હાંસલ કરી લીધો હતો. કેકેઆર તરફથી વેંકટેશ અય્યરે 50 રનની ઇનિંગ રમી હતી.
- કોહલી-ગંભીરે ગળે લગાવીને દૂર કર્યા મતભેદ, કેમ થયું દિલ્હી પોલીસનું ટ્વીટ થયું વાયરલ - Virat Kohli Gautam Gambhir