ગુજરાત

gujarat

ETV Bharat / sports

ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા ઈમાન ખલીફ સ્ત્રી નહીં પણ પુરુષ નીકળ્યો? મેડિકલ રિપોર્ટમાં ખુલાસો થયો

પેરિસ ઓલિમ્પિક 2024માં ગોલ્ડ મેડલ જીતનાર અલ્જેરિયાની બોક્સર ઈમાન ખલીફની મેડિકલ રિપોર્ટમાં તે પુરુષ હોય તેવી પૃષ્ટી કરવામાં આવી છે. Algerian Boxer Iman Khalif

ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા ઈમાન ખલીફ
ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા ઈમાન ખલીફ ((AP Photo))

By ETV Bharat Sports Team

Published : Nov 6, 2024, 3:02 PM IST

હૈદરાબાદ: પેરિસ ઓલિમ્પિક 2024માં માં ગોલ્ડ મેડલ જીતનાર મહિલા બોક્સરને લઈને એક મોટી ખબર સામે આવી છે, જેનાથી સૌ કોઈ હેરાન થઈ ગયું છે. સૂત્રો અનુસાર, અલ્જેરિયાની બોક્સર ઈમાન ખલીફની મેડિકલ રિપોર્ટ સામે આવી છે, જેને અનુસાર ઈમાનના શરીરની અંદર મોટા ભાગના પુરુષના અંગો જોવા મળ્યા છે.

ઈમાન મહિલા નહીં પુરુષ છે?

આ રિપોર્ટ આવતા જ ખૂબ મોટો વિવાદ શરૂ થઈ ગ્યાઓ છે. તમને જાણવી દઈએ કે, ઈમાન ખલીફે મહિલા બોક્સિંગ કેટેગરીમાં ભાગ લીધો હતો. તે દરમિયાન તેની વિરોધી મહિલા પ્રતિસ્પર્ધી ઈમાન સાથે સ્પર્ધા કરવા માટે વાંધો ઉઠાવ્યો હતો, કારણ કે ખલીફનો મુક્કો તેને પુરુષના મુક્કા બરોબર લાગતો હતો.

ત્યારથી સમગ્ર ઓલમ્પિકને લઈને વિવાદ ઊભો થઈ ગયો છે. ચાહકો દ્વારા તેને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવ્યો અને તેને પુરુષ કહેવામાં આવ્યો. આ પછી વિવાદ ઘણો વધી ગયો હતો. હવે રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તેના મેડિકલ રિપોર્ટમાં તે પુરૂષ હોવાનું જાણવા મળ્યું છે, જેનાથી ઘણા વધુ પ્રશ્નો ઉભા થયા છે.

અહેવાલો અનુસાર, ઈમાન ખલીફામાં આંતરિક અંડકોષ અને XY રંગસૂત્રો (પુરુષ રંગસૂત્રો) મળી આવ્યા છે, જે તેને પુરુષોની શ્રેણીમાં મૂકે છે. ઈમાનના તબીબી અહેવાલો 5-આલ્ફા રીડક્ટેઝ અપૂર્ણતા નામના વિકાર તરફ નિર્દેશ કરે છે.

રિપોર્ટ અનુસાર, ઈમાનમાં આંતરિક અંડકોષ અને ગર્ભાશયની ઉણપના લક્ષણો જોવા મળ્યા છે. ઉપરાંત, રેડક્સના રિપોર્ટ અનુસાર, એમઆરઆઈમાં ઈમાનના માઇક્રોપેનિસની હાજરી પણ બહાર આવી છે. આ અહેવાલો સામે આવ્યા બાદ ફેન્સ ફરી એકવાર સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક ફેન્સ ઈમાન સાથે જોવા મળી રહ્યા છે તો કેટલાક ફેન્સ તેની સામે પણ જોવા મળી રહ્યા છે.

હવે ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા પર કોઈ કાર્યવાહી થશે કે કેમ તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. આવું ઘણા પ્રસંગોએ બન્યું છે, જ્યારે રિપોર્ટના આધારે ખેલાડીઓના મેડલ છીનવાઈ ગયા છે.

આ પણ વાંચો:

  1. ભારતે ઓલિમ્પિક્સ અને પેરાલિમ્પિક્સ 2036 ની યજમાની કરવા માટે IOCને પત્ર લખ્યો...
  2. લાઈવ મેચમાં ખેલાડી પર વીજળી પડી, મેદાનમાં જ તે મૃત્યુ પામ્યો, જુઓ વીડિયો…

ABOUT THE AUTHOR

...view details