નવી દિલ્હી: વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPL 2025 પહેલા યોજાનારી મેગા ઓક્શનને લઈને ચાહકોનો ઉત્સાહ ચરમસીમા પર છે. આ ભવ્ય ઈવેન્ટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને આ ઈવેન્ટ ભારત બહાર યોજાવા જઈ રહી છે. આ હરાજી 24 અને 25 નવેમ્બરે સાઉદી અરેબિયાના જેદ્દાહમાં થશે. આ બીજી વખત છે જ્યારે આઈપીએલની હરાજી દેશની બહાર થઈ રહી છે, આ પહેલા દુબઈમાં પણ અગાઉની હરાજી થઈ હતી.
574 ખેલાડીઓની હરાજી થશે:
આ વખતે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમવા માટે 574 ક્રિકેટરોની હરાજી કરવામાં આવશે, કારણ કે 10 આઈપીએલ ફ્રેન્ચાઈઝી વિશ્વભરના શ્રેષ્ઠ ખેલાડીઓની સેવાઓ મેળવવાનું લક્ષ્ય રાખશે.
હરાજીમાં વૈવિધ્યસભર ટેલેન્ટ પૂલ હશે કારણ કે તેમાં 366 ભારતીય ખેલાડીઓ અને 208 વિદેશી ખેલાડીઓ સામેલ હશે જેઓ 10 ફ્રેન્ચાઈઝીમાં 204 સ્થાનો માટે સ્પર્ધા કરશે. IPL 2025 ની હરાજીમાં ફ્રેન્ચાઇઝીઓ માટે રાઇટ-ટુ-મેચ (RTM) વિકલ્પ રજૂ કરવામાં આવ્યો છે, જેનો ઉપયોગ ટીમો જૂના ખેલાડીઓને ફરીથી હસ્તગત કરીને તેમની બાકીની જગ્યાઓ ભરવા માટે કરી શકે છે.
આ ખેલાડીઓને ખરીદવા માટે થશે પડાપડી:
હરાજીમાં સામેલ કેટલાક ટોચના નામોમાં રિષભ પંત, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, મોહમ્મદ શમી, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, જોસ બટલર (ઇંગ્લેન્ડ), કાગિસો રબાડા (દક્ષિણ આફ્રિકા), મિશેલ સ્ટાર્ક (ઓસ્ટ્રેલિયા), લિયામ લિવિંગસ્ટોન (ઇંગ્લેન્ડ) અને ડેવિડ મિલર (દક્ષિણ આફ્રિકા).
IPL 2025 મેગા ઓક્શનનું લાઇવ સ્ટ્રીમિંગ ક્યારે અને ક્યાં જોઈ શકાય?
- IPL 2025 મેગા હરાજી જેદ્દાહમાં અબાદી અલ જોહર એરેના (જેને બેન્ચમાર્ક એરેના તરીકે પણ ઓળખવામાં આવે છે) ખાતે યોજવામાં આવશે.
- IPL 2025 મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે ભારતીય સમય અનુસાર બપોરે 3:30 વાગ્યે શરૂ થશે.
- આઈપીએલ 2025ની હરાજીનું સ્ટાર સ્પોર્ટ્સ પર બપોરે 3:30 વાગ્યાથી લાઈવ પ્રસારણ કરવામાં આવશે.
- અને મેગા ઓક્શનનું લાઈવ સ્ટ્રીમિંગ જિયોસીનેમા એપ અને વેબસાઈટ પર કરવામાં આવશે. જેને તમે ફ્રીમાં તમે લાઈવ નિહાળી શકો છો.
આ પણ વાંચો:
- વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPL 2025 ક્યારે શરૂ થશે? BCCIએ જાહેર કરી તારીખ
- હાર્દિક ફરી મુશ્કેલીમાં… IPL 2025 મેગા હરાજી પહેલા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો