નવી દિલ્હી: IPL 2025 અને ખેલાડીઓની સાથે કોચની પણ ફેરબદલ શરૂ થઈ ગઈ છે. હવે પંજાબ કિંગ્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 માટે રિકી પોન્ટિંગને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. પંજાબ કિંગ્સે તેના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ માહિતી આપી છે.
ESPNcricinfoના અહેવાલ મુજબ, પોન્ટિંગે પંજાબ કિંગ્સ સાથે બહુ-વર્ષીય કરાર કર્યો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, પોન્ટિંગ બાકીના કોચિંગ સ્ટાફ અંગે અંતિમ નિર્ણય લેશે. ઉલ્લેખનીય છે કે, પંજાબ કિંગ્સે ગયા વર્ષથી તેમના કોચિંગ સ્ટાફ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી - સંજય બાંગર (ક્રિકેટ વિકાસના વડા), ચાર્લ લેંગવેલ્ડટ (ફાસ્ટ બૉલિંગ કોચ) અને સુનીલ જોશી (સ્પિન બૉલિંગ કોચ).
ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન સ્ટાર ક્રિકેટર રિકી પોઈંટિંગ છેલ્લી સાત સિઝનમાં ફ્રેન્ચાઇઝીનો છઠ્ઠો મુખ્ય કોચ હશે. ટીમ ગત આવૃત્તિમાં નવમા સ્થાને રહી હતી. પોન્ટિંગનો તાત્કાલિક પડકાર એવા ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવાનો હશે જેમને આગામી સિઝન માટે જાળવી શકાય.
હર્ષલ પટેલ, શશાંક સિંહ અને આશુતોષ શર્મા પંજાબ કિંગ્સમાં ગયા વર્ષે IPLનો સ્ટાર પરફોર્મર હતો. મૂક ગુજરાતના હર્ષલ પટેલને પંજાબ કિંગ્સે 11.8 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો હતો અને તેને પર્પલ કેપ પણ મળી હતી. પોન્ટિંગે તેની કોચિંગ કારકિર્દી IPL 2015 માં શરૂ કરી હતી અને બે વર્ષ સુધી મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ તરીકે સેવા આપી હતી.
ઓસ્ટ્રેલિયન લિજેન્ડે ત્યારબાદ IPL 2018 માં દિલ્હી કેપિટલ્સ (DC) ના મુખ્ય કોચ તરીકે કાર્યભાર સંભાળ્યો અને ટીમે 2019 અને 2021 વચ્ચે સતત ત્રણ વખત પ્લેઓફમાં સ્થાન મેળવ્યું. 49 વર્ષીય પોન્ટિંગે જુલાઈમાં આઈપીએલ 2024 પછી ડીસી સાથેનો તેમનો કાર્યકાળ સમાપ્ત કર્યો હતો.
આ પણ વાંચો:
- કોહલી-ગંભીરની રસપ્રદ વાતો: મેદાનની વચ્ચે થયેલી દલીલ અંગે કર્યો ખુલાસો, કહ્યું- 'મારી લડાઈ સૌથી વધુ… - VIRAT KOHLI VS GAUTAM GAMBHIR
- ભારત સામેની ફાઇનલ મેચમાં પાકિસ્તાની હોકી ટીમે કર્યો ચીનને સપોર્ટ, સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલિંગ… - Asian Hockey Champions Trophy 2024