નવી દિલ્હીઃ ક્રિકેટ ચાહકો વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વખતે આગામી સિઝનની શરૂઆત પહેલા મેગા ઓક્શન યોજાવાની છે, જે 4 વર્ષમાં એકવાર યોજાય છે. આ ક્રમમાં, BCCIએ હવે IPL 2025ની મેગા હરાજીની જગ્યા અને તારીખોની જાહેરાત કરી છે.
24-25 નવેમ્બરે મેગા ઓક્શન થશે BCCIએ મંગળવારે મોડી સાંજે હરાજીની વિગતો જાહેર કરી છે. બહુપ્રતીક્ષિત કેશ રિચ લીગ IPL 2025 ના ખેલાડીઓની હરાજી 24 અને 25 નવેમ્બરના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાશે. બીસીસીઆઈએ એ પણ માહિતી આપી છે કે હરાજી માટે 1574 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
1574 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું BCCIના સેક્રેટરી જય શાહે મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, IPL ખેલાડીઓની નોંધણી સત્તાવાર રીતે 4 નવેમ્બર, 2024 ના રોજ બંધ થઈ ગઈ છે, જેમાં કુલ 1,574 ખેલાડીઓ (1,165 ભારતીય અને 409 વિદેશી) એ મેગા IPL માટે નોંધણી કરાવી છે. 2025 ખેલાડીઓની હરાજી 24 અને 25 નવેમ્બરના રોજ જેદ્દાહ, સાઉદી અરેબિયામાં બે દિવસ ચાલશે.
આ યાદીમાં કુલ 1,224 અનકેપ્ડ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે હરાજીમાં 272 કેપ્ડ પ્લેયર્સને સામેલ કરવામાં આવશે.
965 અનકેપ્ડ ઈન્ડિયન્સ રજીસ્ટર્ડ એવું કહેવાય છે કે, 152 અનકેપ્ડ ભારતીય ખેલાડીઓ કે જેઓ ગત આઈપીએલ સીઝનના ભાગ હતા અને 3 અનકેપ્ડ ઈન્ટરનેશનલ પ્લેયર્સ કે જેઓ છેલ્લી આઈપીએલ સીઝનનો ભાગ હતા તેમને પણ હરાજીમાં સામેલ કરવામાં આવશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 965 અનકેપ્ડ ભારતીય અને 104 અનકેપ્ડ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સામેલ છે.