નવી દિલ્હી: IPL 2024ની 24મી મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. મેચ સાંજે 7.30 વાગ્યાથી શરુ થશે. આ મેચ જયપુરના સવાઈ માન સિંહ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં સંજુ સેમસન રાજસ્થાનની ટીમની કમાન સંભાળશે, જ્યારે શુભમન ગિલ ગુજરાતની કમાન સંભાળશે.
IPL 2024માં બન્ને ટીમોનું પ્રદર્શન: રાજસ્થાને આ સિઝનમાં અત્યાર સુધી 4 મેચ રમી છે અને તમામ મેચ જીતી છે. આ સાથે RR પોઈન્ટ ટેબલમાં 8 પોઈન્ટ સાથે નંબર વન પર યથાવત છે. ગુજરાતે અત્યાર સુધી 5 મેચ રમી છે, જેમાં તેણે 2 મેચ જીતી છે અને બાકીની 3 મેચ હારી છે.
બંને ટીમોનું સામ સામે પ્રદર્શન: IPLમાં અત્યાર સુધી RR અને GT ટીમો માત્ર 5 વખત ટકરાયા છે. આ દરમિયાન રાજસ્થાન રોયલ્સે 4 વખત હારનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાનની ટીમ માત્ર એક જ વખત ગુજરાતની ટીમને હરાવવામાં સફળ રહી છે. રાજસ્થાન સામે જીટીનો સર્વોચ્ચ સ્કોર 192 છે, જ્યારે ગુજરાત સામે રાજસ્થાનનો સર્વશ્રેષ્ઠ સ્કોર 188 રન છે. આવી સ્થિતિમાં રાજસ્થાન પર ગુજરાતનો દબદબો જોવા મળી રહ્યો છે.
પીચ રિપોર્ટ: સવાઈ માન સિંહ સ્ટેડિયમની પીચ બેટિંગ માટે સારી માનવામાં આવે છે. આ પીચ પર ઝડપી બોલરો નવા બોલથી વિકેટ પણ લે છે. તેથી સ્પિનરોને પણ મદદરુપ થાય છે. આ પીચ પર બીજી ઇનિંગમાં બેટિંગ કરવી ફાયદાકારક સાબિત થાય છે.