બેંગલુરુ:રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) શુક્રવારે IPL 2024 ની 10મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ની યજમાની કરશે. બંને ટીમોએ સિઝનની પોતપોતાની શરૂઆતની મેચો જીતી છે. RCBએ પંજાબ કિંગ્સ (PBKS) સામે સિઝનની તેમની પ્રથમ જીત નોંધાવી છે અને પોઈન્ટ ટેબલમાં આગળ વધવા માટે સતત બીજી જીત નોંધાવવા માટે જોઈ રહી છે. KKR એ IPL 2024 ની તેની પ્રથમ મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ઘરઆંગણે જીતી હતી. મેચ સાંજે 7:30 કલાકે શરુ થશે.
બંને ટીમો સામસામે પ્રદર્શન:બંને ટીમો ટૂર્નામેન્ટમાં 32 મેચોમાં સામસામે આવી ચુકી છે, જેમાં KKRનો હાથ ઉપર રહ્યો છે. તેમની છેલ્લી પાંચ મેચોમાં પણ કોલકાતાએ આરસીબી સામે પાંચમાંથી ચાર મેચ જીતીને પ્રભાવશાળી રેકોર્ડ જાળવી રાખ્યો છે. RCB vs કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાયેલી મેચોની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 32 મેચ રમાઈ છે જેમાં રોયસ ચેલેન્જર્સ બેંગ્લોરે 14 મેચ જીતી છે જ્યારે કોલકાતાએ 18 મેચ જીતી છે.
IPLના સૌથી મોંઘા ખેલાડી નજર: આજે જ્યારે બંને ટીમો બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમશે ત્યારે બંનેનો ઈરાદો જીતવાનો હશે. ચાહકોની નજર જ્યાં વિરાટ કોહલી પર હશે, ત્યાં ઘણી બધી નજર KKR તરફથી શ્રેયસ અય્યર પર પણ રહેશે. કોલકાતાના ચાહકોને IPLના સૌથી મોંઘા ખેલાડી મિચેલ સ્ટાર્ક પાસેથી પણ ઘણી અપેક્ષાઓ હશે. છેલ્લી મેચમાં તેનો ઘણો પરાજય થયો હતો.