નવી દિલ્હી: IPL 2024ની 33મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને 9 રને હરાવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં મુંબઈ ઈન્ડિયન્સની આ ત્રીજી જીત છે, આ મેચમાં આશુતોષ શર્માએ પંજાબ કિંગ્સ માટે શાનદાર ઈનિંગ રમી હતી પરંતુ તે પોતાની ટીમને જીત સુધી લઈ જઈ શક્યો ન હતો. આ મેચ ખૂબ જ શાનદાર હતી, તો ચાલો આ મેચની શ્રેષ્ઠ ક્ષણો પર એક નજર કરીએ.
રોહિત શર્માએ બનાવ્યો રેકોર્ડ: આ મેચમાં મુંબઈ માટે રોહિત શર્માએ 25 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 38 રનની ઈનિંગ રમી હતી. આ મેચ રોહિતની IPL કરિયરની 250મી મેચ હતી અને આ સાથે તેણે આ મેચમાં તેના 6500 IPL રન પણ પૂરા કર્યા છે.
સૂર્યકુમાર યાદવનો ધમાકો:આ મેચમાં સૂર્યકુમાર યાદવે ધમાકેદાર અડધી સદીની ઇનિંગ રમી હતી. સૂર્યાએ 53 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 78 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગ દરમિયાન તેણે રાવડાને શાનદાર સિક્સર ફટકારી હતી.
તિલકે પણ બતાવ્યો પોતાનો જાદુ: MI માટે તિલક વર્માએ 34 રનની ટૂંકી ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 2 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. સૂર્યા સાથે મળીને તેણે રબાડાને જોરદાર માર્યો હતો.