ગુજરાત

gujarat

ETV Bharat / sports

અમદાવાદમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે ટકરાશે ગુજરાત ટાઈટન્સ, મેચ પૂર્વે ધોનીના રમવા અંગે આવી અપડેટ - GT vs CSK

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 10 મેના રોજ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાવા જઈ રહી છે. આ મેચ પૂર્વે બંને ટીમ હાલ જબરદસ્ત પ્રેક્ટિસ કરી રહી છે. ત્યારે બંને ટીમના કોચે જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા પોતાની ટીમની તાકાત અને ખામી જણાવી હતી, જુઓ શું કહ્યું...

ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મેચ
ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે મેચ (ETV Bharat Desk)

By ETV Bharat Gujarati Team

Published : May 9, 2024, 10:07 PM IST

એમએસ ધોની ઇજાગ્રસ્ત છે, પણ મેચ માટે ફિટ છે : સ્ટીફન ફ્લેમિંગ (ETV Bharat Desk)

અમદાવાદ : 10 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રોમાંચક મુકાબલા થશે. ગુજરાત ટાઇટન્સ તેની આબરૂ બચાવવા હોમ ગ્રાઉન્ડ પર પોતાનું કૌતુક દાખવવા મેદાને ઉતરશે. બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સ નેટ રન રેટ સુધારી ગ્રુપમાં પોતાનું સ્થાન સુધારવા રમશે.

IPL 2024 માં ગુજરાત ટાઇટન્સ હાલ સુધી 11 મેચ રમ્યું છે. જે પૈકી ફક્ત 4 મેચમાં જ વિજેતા બન્યું છે, જ્યારે 7 મેચ ગુમાવી છે. બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સ ચાલુ સિઝનમાં કુલ 11 મેચ રમી છે, જે પૈકી 6 મેચ જીત્યું છે.

  • ગીલ વર્લ્ડ ક્લાસ બેટ્સમેન છે : ગેરી કર્સ્ટન

આવતીકાલ 10 મેના મુકાબલા પહેલા ગુજરાત ટાઇટન્સના કોચ ગેરી કર્સ્ટને ગુજરાત ટાઇટન્સના યુવા કેપ્ટન શુભમન ગુલને સારો કેપ્ટન ગણાવી ઉમેર્યું હતું કે, ગીલ હાલ વિશ્વનો શ્રેષ્ઠ બેટ્સમેન છે. આ સીઝન ગુજરાત ટાઇટન્સ માટે સારી રહી નથી. પણ આવતીકાલે ગુજરાત ટાઇટન્સ જીતશે. ટાઇટન્સ વિજેતા થવા સક્ષમ છે. રમતમાં વિજયની કોઈ ગેરંટી હોતી નથી. અમે કાલે ફાસ્ટ બોલરથી આરંભમાં ત્રણ વિકેટની અપેક્ષા રાખીએ છીએ. અમે બોલિંગમાં શમ્મીને મિસ કરીએ છીએ.

ગુજરાત ટાઇટન્સે પહેલી બે સીઝનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આ સીઝનમાં અને પાવર પ્લે મુશ્કેલ અનુભવ્યો. અમે કેમ આ સીઝનમાં સારું પ્રદર્શન કેમ ન કરી શક્યા એ બાબતે મને કોઈ આઈડીયા નથી. ગેરી કર્સ્ટને મહત્વનું નિવેદન કર્યું કે, સીઝનમાં અપેક્ષા કરતાં નબળા પ્રદર્શન માટેનું કારણ હું જાણતો નથી. હું પાકિસ્તાનના કોચ તરીકે જોડાવ, તે પહેલા ગુજરાત ટાઇટન્સ વિજયી બને એવું ઈચ્છું છું.

  • એમએસ ધોની ઇજાગ્રસ્ત છે, પણ મેચ માટે ફિટ છે : સ્ટીફન ફ્લેમિંગ

ચેન્નાઈ સુપર કિંગ્સના કોચ સ્ટીફન ફ્લેમિંગે મેચ પૂર્વે ભારપૂર્વક કહ્યું કે, એમએસ ધોનીને પગે સ્નાયુની ઇજા છે, પણ ગંભીર નથી. ધોની આવતીકાલની મેચ માટે ફિટ છે અને અમારા માટે મહત્વનો ખેલાડી છે. અમે IPL 2024 માં ટીમમાં સતત બદલાવ કર્યા છે. જેના કારણે અમે રમેલી 11 પૈકી 6 મેચ જીત્યા છીએ. અમારી વ્યૂહરચના પણ ટીમમાં ખેલાડીઓની બદલાવની રહી છે. ધોનીને ત્રણ ઓવર બેટિંગ આવે એવી વ્યૂહરચના છે, જેનાથી એનું વિકેટકીપિંગ સારું રહી શકે.

  1. ગુજરાત ટાઇટન્સના ટોચના સ્પિનર રશિદ ખાને ભારતના ઝડપી બોલર જસપ્રિત બુ્મરાહની કરી પ્રશંસા
  2. ગુજરાત સામેની મેચ માટે અમદાવાદ પહોંચ્યો 'ધોની', તિલક લગાવીને કર્યું અદભુત સ્વાગત

ABOUT THE AUTHOR

...view details