બેંગલુરુઃ કોલકાતા vs RCB વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં કોલકાતાનો 7 વિકેટે વિજય થયો હતો.આ જીત સાથે કોલકાતા પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે.આ સિઝનમાં કોલકાતાની આ સતત બીજી જીત છે. કોલકાતાની આ જીતે હોમ ગ્રાઉન્ડ પર ચાલી રહેલી જીતનો સિલસિલો પણ બંધ કરી દીધો છે. આ પહેલા ઘરઆંગણે રમતી ટીમ 9 મેચ જીતી ચૂકી છે.
કોહલી અને ગંભીરની મુલાકાતનો વીડિયો વાયરલ: આ મેચમાં સૌથી ખાસ વાત વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરની મુલાકાત હતી. વિરાટ કોહલીની શાનદાર ઇનિંગ બાદ ગૌતમ ગંભીર તેની પાસે આવ્યો અને તેની સાથે હાથ મિલાવ્યો અને તેની ઇનિંગ માટે અભિનંદન આપ્યા. આટલું જ નહીં બંને ખેલાડીઓએ ગળે મળીને કંઈક વાત પણ કરી હતી. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બંને ખેલાડીઓને હાથ મિલાવતા જોઈને ચાહકો આનંદથી ઉછળી પડ્યા હતા.