ગુજરાત

gujarat

ETV Bharat / sports

આ એવોર્ડ પર ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ બન્યું ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન - IPL 2024 AWARD

IPL 2024 પછી ઈનામોનો ભારે વરસાદ થયો હતો. આ સાથે તમામ ખેલાડીઓને તેમના પ્રદર્શનના આધારે એવોર્ડ આપવામાં આવ્યા હતા, ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ ભારતીય ખેલાડીને આપવામાં આવ્યો હતો.

Etv BharatIPL 2024
Etv BharatIPL 2024 (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : May 27, 2024, 4:41 PM IST

નવી દિલ્હી: IPL 2024ની સિઝન નવા રેકોર્ડ સાથે સમાપ્ત થઈ ગઈ છે. દર વર્ષે IPLમાં ભારત માટે નવી પ્રતિભા ઉભરી આવે છે, આ વર્ષે પણ ભારતના કેટલાક અનકેપ્ડ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ટીમના દરવાજા ખખડાવ્યા છે. આ વર્ષે હૈદરાબાદ વિરુદ્ધ કોલકાતા વચ્ચે રમાયેલી ફાઈનલ મેચમાં કોલકાતાએ ટાઈટલ જીત્યું હતું.

રેડ્ડી બન્યો ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન:IPL 2024ની આ સીઝનમાં નીતીશ રેડ્ડીને ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ પ્લેયરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. હૈદરાબાદના આ ખેલાડીએ આ વર્ષે ઘણી મહત્વની ઈનિંગ્સ રમી છે. રેડ્ડીએ આ સિઝનમાં 33.67ની એવરેજ અને 142.9ના સ્ટ્રાઈક રેટથી 303 રન બનાવ્યા છે. રેડ્ડીએ આ સિઝનમાં બે અડધી સદી ફટકારી હતી. રાજસ્થાન સામે ક્વોલિફાયર-2માં રેડ્ડીએ 42 બોલમાં 76 રનની ઇનિંગ રમી હતી, જેમાં 8 સિક્સ સામેલ હતી.

નીતીશ રેડ્ડીને તેના પ્રદર્શનના આધારે ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ એવા અનકેપ્ડ ખેલાડીને આપવામાં આવે છે જે ક્રિકેટમાં પોતાના પ્રદર્શનના આધારે ઉભરી રહ્યો છે. રેડ્ડીને આ એવોર્ડ સાથે 10 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

કોહલી બન્યો ઓરેન્જ કેપ વિજેતા: વિરાટ કોહલી તેના શ્રેષ્ઠ બેટિંગ પ્રદર્શનના આધારે આ વર્ષે ઓરેન્જ કેપ ધારક બન્યો છે. કોહલીએ આ સિઝનમાં 15 IPL મેચોમાં 741 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને 5 અડધી સદી સામેલ છે. કોહલીએ રાજસ્થાન સામે 113 રનની અણનમ સદી રમી હતી. રનના મામલામાં વિરાટ કોહલીની નજીક પણ કોઈ ખેલાડી નથી. બીજા સ્થાને રૂતુરાજ ગાયકવાડ હતો, જેણે આ સિઝનમાં 583 રન બનાવ્યા હતા. કોહલીને એવોર્ડની પ્રાઈઝ મની તરીકે 10 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

હર્ષલ પટેલને મળી પર્પલ કેપ: હર્ષલ પટેલને પર્પલ કેપનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. હર્ષલ પટેલે આ વર્ષે 14 મેચમાં 24 વિકેટ લીધી છે. જે આ IPL સિઝનમાં કોઈપણ બોલર દ્વારા લેવામાં આવેલી સૌથી વધુ વિકેટ છે. તેના પછી કોલકાતાનો વરુણ ચક્રવર્તી બીજા નંબર પર છે જેણે 21 વિકેટ લીધી છે. આ સાથે જ હર્ષલ પટેલને પર્પલ કેપ એવોર્ડના રૂપમાં 10 લાખ રૂપિયાનું ઈનામ પણ આપવામાં આવ્યું હતું.

  1. IPL 2024ની ફાઈનલમાં કોલકાતાનો ભવ્ય વિજય, હૈદરાબાદને 8 વિકેટથી હરાવ્યું, શાહરૂખે ગંભીર પર વરસાવ્યો વ્હાલ - KKR vs SRH

ABOUT THE AUTHOR

...view details