નવી દિલ્હી : ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન દત્તાજીરાવ કૃષ્ણરાવ ગાયકવાડનું મંગળવારે વડોદરામાં તેમના નિવાસસ્થાને અવસાન થયું. ડી કે ગાયકવાડ દેશના સૌથી લાંબો સમય આયુષ્ય ભોગવનાર ટેસ્ટ ક્રિકેટર હતાં. તેઓ 95 વર્ષના હતા. ડી કે ગાયકવાડની ટેસ્ટ કારકિર્દી 1952થી 1961 સુધી ચાલી હતી, પરંતુ આ સમયગાળા દરમિયાન તેઓ માત્ર 11 ટેસ્ટ રમ્યાં હતાં, જેમાં તેમણે 350 રન બનાવ્યા હતાં. તેંણે 1959માં ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી હતી, પરંતુ ટીમ પાંચેય ટેસ્ટ હારી ગઈ હતી.
DK Gaekwad passes away: ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ડી કે ગાયકવાડનું નિધન, ક્રિકેટજગતમાં આ હતી કારકિર્દી - ડી કે ગાયકવાડનું નિધન
1960ના દાયકામાં ભારત માટે ક્રિકેટ રમનાર પૂર્વ ક્રિકેટર ડી કે ગાયકવાડનું નિધન થયું છે. તેમના નિધન પર રમતગમતની હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો.
Published : Feb 13, 2024, 2:41 PM IST
બે બેવડી સદી પણ ફટકારી હતી : ગાયકવાડનો સર્વોચ્ચ સ્કોર 1959માં નવી દિલ્હીમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 52 રનનો હતો. રણજી ટ્રોફીમાં, ગાયકવાડ વડોદરા માટે એક બળ હતાં. વડોદરા ટીમ માટે તેઓ 1947થી 1961 સુધી રમ્યા હતા. રણજીમાં તેમણે 14 સદી સહિત 3139 રન બનાવ્યા હતાં. તેમનો સર્વોચ્ચ સ્કોર 1959-60માં મહારાષ્ટ્ર સામે અણનમ 249 રનનો હતો. ગાયકવાડે બીજી બે બેવડી સદી પણ ફટકારી અને 1949-50માં ગુજરાત સામે 128 અને અણનમ 101 રન બનાવ્યાં.
ક્રિકેટ જગતમાં શોક : તેઓ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમાન ગાયકવાડના પિતા છે, જેમણે અંશુમનને કોચિંગ પણ આપ્યું હતું. ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભૂતપૂર્વ ક્રિકેટરના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ' મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વટવૃક્ષની છાયા નીચે, તેમની વાદળી મારુતિ કારમાં, ભારતીય કેપ્ટન ડી.કે. ગાયકવાડ સરએ બરોડા ક્રિકેટ માટે યુવા પ્રતિભા શોધવા માટે અથાક મહેનત કરી અને અમારી ટીમના ભાવિને આકાર આપ્યો. દુનિયામાંથી તેમની ગેરહાજરી ખૂબ અનુભવાશે. દુનિયામાંથી તેમનું જવું ક્રિકેટ સમુદાય માટે મોટી ખોટ છે.