હૈદરાબાદ:ભારતીય ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલે એક ઈન્સ્ટાગ્રામ વિડીયો દ્વારા તેની પત્નીની પ્રેગ્નેન્સી અંગે ખૂબ જ સુંદર વિડીયો શેર કરીને આ ખુશીના સમાચાર આપ્યા છે. ત્યારબાદ આ બંને દંપતીને ઘણા બધા અભિનંદન સંદેશાઓ મળ્યા હતા. જાન્યુઆરી 2023માં લગ્ન કરનાર આ દંપતીએ ખુશીથી તેમના પ્રથમ સંતાનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અક્ષરને બાંગ્લાદેશ સામેની ટી20 શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે, જેથી તે તેના પરિવાર સાથે સમય વિતાવી શકે.
ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલે સોમવારે તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર હૃદયસ્પર્શી વિડિઓ શેર કરી તેની પત્ની મેહા પટેલની ગર્ભાવસ્થાના આનંદના સમાચાર શેર કર્યા. વિડિયોમાં દંપતીની હૃદયસ્પર્શી ક્ષણો કેપ્ચર કરવામાં આવી છે, તેઓ તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે તેમનો ઉત્સાહ વ્યક્ત કરે છે.
જાન્યુઆરી 2023માં વડોદરામાં એક ભવ્ય સમારંભમાં ન્યુટ્રિશનિસ્ટ અને ડાયટિશિયન મેહા પટેલ સાથે લગ્ન કરનાર અક્ષરે કેપ્શન ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યો અને લખ્યું કે, "ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ રહી છે." આ પોસ્ટ કરતાંની સાથે જ દંપતીની ચાહકો અને સાથી ક્રિકેટરો તરફથી અભિનંદન સંદેશાઓ મળી રહ્યા છે.