ગુજરાત

gujarat

ETV Bharat / sports

વિરાટ કોહલીની થાળીમાં 'કોકરોચ', જાણો કયા અને કેવી રીતે થઈ આ મોટી ભૂલ… - VIRAT KOHLI EAT COCKROACH

ટીમ ઈન્ડિયાના સ્ટાર વિરાટ કોહલીને સૌથી ફિટ ખેલાડી માનવામાં આવે છે. જેઓ પોતાની ખાવાની આદતોને લઈને ખૂબ જ સભાન રહે છે, આ ખેલાડી સાથે એક વિચિત્ર ઘટના બની હતી. વાંચો વધુ આગળ…

વિરાટ કોહલીના લંચમાં કોકરોચ
વિરાટ કોહલીના લંચમાં કોકરોચ ((Getty Images))

By ETV Bharat Sports Team

Published : Sep 13, 2024, 12:55 PM IST

હૈદરાબાદ: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને ફિટનેસને લઈને સૌથી વધુ જાગૃત ખેલાડી માનવામાં આવે છે. કલાકો જીમમાં વિતાવતો આ મજબૂત માણસ તેની ખાવાની આદતોને લઈને ખૂબ જ સભાન છે. વિરાટ કોહલીની ફિટનેસની ચર્ચા આખી દુનિયામાં થાય છે. શું તમે જાણો છો કે આ દિગ્ગજથી એકવાર એવી ભૂલ થઈ હતી કે તે લંચ દરમિયાન કોક્રોચ ખાઈ જાત. આ વાત ખુદ વિરાટ કોહલીએ બધા સાથે શેર કરી હતી.

ICC T20 વર્લ્ડ કપ જીત્યા બાદ આ ફોર્મેટને અલવિદા કહી દેનાર વિરાટ કોહલી હવે બાંગ્લાદેશ સામે ઘરઆંગણે રમાનારી ટેસ્ટ શ્રેણીની તૈયારી કરી રહ્યો છે. પ્રથમ ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરથી ચેન્નાઈમાં રમાશે. અને હાલ સમગ્ર ભારતીય ટીમ ચેન્નાઈ પહોંચી ગઈ છે. આ સીરિઝ પહેલા અમે તમને એક એવી ઘટના જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે મોટાભાગના લોકો જાણતા નથી. વર્ષ 2016માં વિરાટ કોહલીએ કહ્યું હતું કે તે એકવાર ભૂલથી કોકરોચ (વંદો) ખાઈ ગયો હોત.

વિરાટ કોહલી કોકરોચ ખાઈ ગયો હોત…

વિરાટ કોહલીએ 2016માં આ ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેણે પોતાની ક્લોથિંગ બ્રાન્ડ 'WROGN' ના લોન્ચ દરમિયાન આ રમૂજી ઘટના સંભળાવી. વિરાટ કોહલીએ કહ્યું હતું કે, જ્યારે તે મલેશિયાના પ્રવાસે ગયા હતા, ત્યારે તે બહુ મોટી ભૂલ કરવા જતો હતો પરંતુ યોગ્ય સમયે રોકાઈ ગયો. એક રેસ્ટોરન્ટમાં લંચ દરમિયાન તે અથાણાના બહાને કોકરોચ ખાવા જતો હતો. કોઈએ તેમને કહ્યું કે તેઓ વંદો ખાવા જઈ રહ્યા છે. વિરાટ આ જાણીને સંપૂર્ણપણે ચોંકી ગયો હતો કારણ કે તેને લાગ્યું કે, તેણે અથાણું લીધું છે.

વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીના ખાવામાં આવી ભૂલ થઈ શકે છે ટે જાણીને સૌને નવાઈ લાગશે. અથાણાંના બદલે વિરાટ વંદો ખાઈ લીધો હોત. કોઈએ તેને રોકીને આ ભૂલ કરતાં અટકાવ્યો હતો.

આ પણ વાંચો:

  1. સ્કોટલેન્ડે ઓસ્ટ્રેલિયન કેપ્ટનને 'વાટકો' આપ્યો, જાણો તેના પાછળનું કારણ… - Hilarious T20 Trophy
  2. અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ દિવસીય મેચ ટોસ વિના જ કરવી પડી રદ્દ, જાણો કારણ… - AFG vs NZ

ABOUT THE AUTHOR

...view details