નવી દિલ્હીઃભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 16 ઓક્ટોબરથી ત્રણ મેચની હોમ ટેસ્ટ સિરીઝ શરૂ થવા જઈ રહી છે. જેના માટે ટીમ ઈન્ડિયાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સીરીઝમાં જસપ્રીત બુમરાહને મોટી જવાબદારી આપીને બીસીસીઆઈએ એ પણ સંકેત આપ્યો છે કે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં રોહિતની ગેરહાજરીમાં ટીમની કમાન કોણ સંભાળી શકે છે.
બુમરાહને મોટી જવાબદારી મળી:
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને સીરીઝ માટે વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ પહેલા બુમરાહે જુલાઈ 2022માં એજબેસ્ટન ખાતે ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ટીમની કમાન સંભાળી હતી. ભૂતપૂર્વ ભારતીય ઝડપી બોલર અજીત અગરકરની આગેવાની હેઠળની વરિષ્ઠ પસંદગી સમિતિએ ટીમની પસંદગી કરી હતી, જેની જાહેરાત શુક્રવારે મોડી રાત્રે બીસીસીઆઈ સચિવ જય શાહે કરી હતી. કેપ્ટન રોહિત શર્મા ટીમની કમાન સંભાળશે.
શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત, સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલ સહિત તમામ નિયમિત ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. બુમરાહના નેતૃત્વમાં બોલિંગ આક્રમણમાં મોહમ્મદ સિરાજ અને આકાશ દીપનો સમાવેશ થાય છે. ટીમમાં ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, સ્પિનર અક્ષર પટેલ અને કુલદીપ યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારત- ન્યુઝીલેન્ડ ટેસ્ટ શ્રેણી: