નવી દિલ્હી: ગુરુવારે અહીં મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં ભારતીય પુરુષ હોકી ટીમ અને જર્મની વચ્ચે 2 મેચોની દ્વિપક્ષીય શ્રેણીની બીજી મેચ રમાઈ હતી. આ રોમાંચક મેચમાં યજમાન ભારતે ન્યુઝીલેન્ડને 5-3થી હરાવ્યું હતું.
પ્રથમ મેચમાં જર્મની સામે 0-2થી હાર્યા બાદ બીજી મેચમાં ભારતીય ટીમે શાનદાર વાપસી કરી અને જર્મનીને 5-3થી હરાવ્યું. ભારત તરફથી સુખજીત સિંહ (34મી અને 48મી મિનિટે), હરમનપ્રીત સિંહ (42મી અને 43મી મિનિટે), અભિષેક (45મી મિનિટ)એ ગોલ કર્યા હતા. તે જ સમયે, જર્મની તરફથી એલિયન મઝકૌર (7મી અને 57મી મિનિટ) અને હેનરિચ મેર્ટજેન્સ (60મી મિનિટ)એ ગોલ કર્યા હતા.
જો કે, મેચ પછી સીરીઝનો નિર્ણય અને કોણ ટ્રોફી ઉઠાવશે તે શૂટઆઉટ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં પેરિસ ઓલિમ્પિકની સિલ્વર મેડલ વિજેતા જર્મનીએ ભારતને 3-1થી હરાવીને દ્વિપક્ષીય સીરીઝ અને ટ્રોફી પર કબજો કર્યો હતો.
જર્મનીએ પ્રથમ ક્વાર્ટરમાં ગોલ કર્યો
ભારતીય ટીમે પહેલા ક્વાર્ટરમાં ઝડપી શરૂઆત કરી હતી અને જર્મની સામે ઘણી શાનદાર ચાલ બનાવી હતી. ત્યારબાદ જર્મનીએ ભારતના તમામ હુમલાઓનો જડબાતોડ જવાબ આપ્યો. રમતની 7મી મિનિટે જર્મનીના એલિયન મઝકૌરે શાનદાર ફિલ્ડ ગોલ કરીને પોતાની ટીમને મેચમાં 1-0ની સરસાઈ અપાવી હતી. ભારતને ઘણી મહત્વની તકો મળી હતી પરંતુ ગોલ કરી શક્યા નહતા.
હાફ ટાઇમ સુધીનો સ્કોર ભારત 0-1 જર્મની
બીજા ક્વાર્ટરમાં ભારતે સ્કોરને બરાબરી કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં પણ ગોલ કરી શક્યું ન હતું. ભારતીય ટીમ આ ક્વાર્ટરમાં ઘણા પેનલ્ટી કોર્નર ચૂકી ગઈ હતી. ભારતને ગોલ કરવાની ઘણી તકો મળી, પરંતુ જર્મનીના ગોલકીપરે શાનદાર પ્રદર્શન કર્યું અને ગોલ કરવાની ભારતની યોજનાને બરબાદ કરી દીધી. હાફ ટાઇમ સુધી ભારત જર્મનીથી 0-1થી પાછળ હતું.
ભારતે ત્રીજા ક્વાર્ટરમાં 4 ગોલ કર્યા
પ્રથમ હાફમાં એક ગોલ કરવામાં સંઘર્ષ કર્યા બાદ ભારતે બીજા ક્વાર્ટરમાં બે ગોલ કર્યા અને મેચમાં 2-1થી આગળ થઈ ગયું. 34મી મિનિટે સુખજીત સિંહે શાનદાર ફિલ્ડ ગોલ કરીને ભારતને બરોબરી અપાવી હતી. આ પછી 'સરપંચ' હરમનપ્રીત સિંહે પોતાનો જાદુ ફેલાવ્યો. હરમને 42મી મિનિટ અને 43મી મિનિટે પેનલ્ટી કોર્નર સીધા ગોલ પોસ્ટમાં લગાવીને બે શાનદાર ગોલ કર્યા હતા. ત્યાર બાદ છેલ્લી 45મી મિનિટમાં સ્ટાર ફોરવર્ડ અભિષેકે વધુ એક શાનદાર ફિલ્ડ ગોલ કર્યો અને ત્રીજા ક્વાર્ટરના અંતે ભારતને 4-1થી આગળ કરી દીધું.
ચોથા ક્વાર્ટરમાં ભારતનું શાનદાર પ્રદર્શન
ત્રીજા ક્વાર્ટરમાં વિસ્ફોટક પ્રદર્શન બાદ ભારતીય ટીમે ચોથા ક્વાર્ટરમાં પણ જોરદાર શરૂઆત કરી હતી. ભારત માટે મેચમાં પ્રથમ ગોલ કરનાર સુખજીત સિંહે 48મી મિનિટે શાનદાર ફિલ્ડ ગોલ કરીને જર્મન ગોલકીપરને હરાવીને પોતાની ટીમને જર્મનીથી 5-1થી આગળ કરી દીધી હતી. આ પછી, 57મી મિનિટે એલિયન મઝકૌરે જર્મની માટે વધુ એક શાનદાર ફિલ્ડ ગોલ કર્યો. અંતે ભારતે 5-3થી મેચ જીતી લીધી હતી.
આ પણ વાંચો:
- વોશિંગ્ટન 'સુંદર'ની સ્પિનમાં ફસાયા કિવી બેટ્સમેન, 1329 દિવસ પછી ટીમમાં વાપસી, ન્યૂઝીલેન્ડનો પ્રથમ દાવ સમાપ્ત
- Watch: ક્રિકેટમાંથી સંન્યાસ લઈને શિખર ધવન બન્યો 'બાબા', વીડિયો થયો વાયરલ...