ગુજરાત

gujarat

હાથે કાળી પટ્ટી પહેરી ટીમ ઈન્ડીયા ઉતરી મેદાનમાં. જાણો તેનું કારણ... - IND VS SL ODI Match

By ETV Bharat Sports Team

Published : Aug 2, 2024, 4:44 PM IST

Updated : Aug 2, 2024, 6:34 PM IST

શ્રીલંકા વિરૂદ્ધ કોલંબોમાં રમાઈ રહેલી ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયા કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતરી છે. જાણો શા માટે આ પટ્ટી બાંધી..

ભારત વિ. શ્રીલંકા પહેલી ODI
ભારત વિ.શ્રીલંકા પહેલી ODI ((AP PHOTOS))

કોલંબો (શ્રીલંકા):રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમ શુક્રવારે આર પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે શ્રીલંકા સામેની ODI શ્રેણીની પ્રથમ મેચ દરમિયાન અંશુમાન ગાયકવાડની યાદમાં કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતરી હતી. જેનું બુધવારે કેન્સરના કારણે અવસાન થયું હતું.

કાળી પટ્ટી બાંધીને રમતી ટીમ ઈન્ડિયા:પ્રથમ ODIમાં ટોસ પછી, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું, 'ટીમ ઈન્ડિયા આજે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ અંશુમાન ગાયકવાડની યાદમાં કાળી પટ્ટી પહેરશે, જેમનું બુધવારે નિધન થયું હતું. '

બુધવારે તેમનું અવસાન:ગાયકવાડે 1975 થી 1987 સુધી ભારત માટે 40 ટેસ્ટ અને 15 ODI રમ્યા અને પસંદગીકાર બન્યા રહ્યા હતા. તેમજ ઓક્ટોબર 1997 થી સપ્ટેમ્બર 1999 સુધી ટીમના મુખ્ય કોચ પણ બન્યા. આ પછી, BCCIની વિનંતી પર, તે 2000 ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતના કોચ તરીકે પરત ફર્યા, જ્યાં ટીમ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારી ગઈ. 71 વર્ષીય ગાયકવાડ બ્લડ કેન્સરથી પીડિત હતા અને બુધવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ તેમનું અવસાન થયું હતું.

કેપ્ટને શ્રદ્ધાંજલિ આપી: ભારતના વનડે અને ટેસ્ટ કેપ્ટન રોહિત શર્માએ શ્રીલંકા સામેની પ્રથમ વનડે પહેલા ગાયકવાડને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું, 'આ સમાચાર સાંભળીને હું સંપૂર્ણ રીતે દિલગીર થઈ ગયો હતો. હું ભાગ્યશાળી હતો કે મને BCCI એવોર્ડ સમારોહ દરમિયાન વ્યક્તિગત રીતે તેમની સાથે વાતચીત કરવાની તક મળી હતી. જ્યારે હું રણજી ટ્રોફી રમી રહ્યો હતો ત્યારે તેઓ ત્યાં હતો અને મને તેમની સાથે વાત કરવાનો મોકો મળ્યો. જે મારા માટે મોટી વાત હતી કારણ કે તે અમારા માટે એક મહાન ક્રિકેટર હતા.

લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત: બીસીસીઆઈએ ઘણા પૂર્વ ક્રિકેટરોની અપીલ બાદ ગાયકવાડની સારવાર માટે 1 કરોડ રૂપિયા જાહેર કર્યા હતા. ગાયકવાડને 2018 માં સીકે ​​નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC) ના સભ્ય તરીકે પણ સેવા આપી હતી.

Last Updated : Aug 2, 2024, 6:34 PM IST

ABOUT THE AUTHOR

...view details