દુબઈ: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પાંચમી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં રમાઈ રહી છે. આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી અને 49.4 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 241 રન બનાવ્યા. ભારતને જીતવા માટે 242 રનની લક્ષ્ય મળ્યો છે.
લાઈવ સ્કોર અપડેટ:વિરાટ કોહલી 104 બોલ પર 87 રન પર રમી રહ્યો છે, તેની સાથે હાલ અક્ષર પટેલ ક્રિઝ પર આવ્યો છે, ભારતનો હાલનો સ્કોર 41.1 ઓવરે 4 વિકેટના નુકશાન પર 226 રન છે. ભારતને જીત માટે 16 રનની જરૂર છે. અને કોહળીને સદી માટે 13 રનની જરૂરિયાત છે.
અક્ષર પટેલનો શાનદાર થ્રો:
પાકિસ્તાન તરફથી બાબર આઝમ અને ઇમામ ઉલ હકે ઇનિંગની શરૂઆત કરી. બંનેએ ૮.૨ ઓવરમાં પહેલી વિકેટ માટે ૪૧ રન ઉમેર્યા. ભારતને પહેલી સફળતા હાર્દિક પંડ્યા દ્વારા મળી જ્યારે તેણે બાબરને 23 રનના વ્યક્તિગત સ્કોર પર કેએલ રાહુલના હાથે કેચ આઉટ કરાવ્યો. આ પછી, કુલદીપ યાદવના બોલ પર રન ચોરી કરવાનો પ્રયાસ કરતી વખતે, ઇમામ 10 રનના વ્યક્તિગત સ્કોર પર અક્ષર પટેલના ડાયરેક્ટ હિટ થ્રો પર રન આઉટ થયો.
શકીલ અને રિઝવાનની 104 રનની ભાગદારી:
આ પછી, સઈદ શકીલ અને પાકિસ્તાની કેપ્ટન મોહમ્મદ રિઝવાને ત્રીજી વિકેટ માટે 144 બોલમાં 104 રનની ભાગીદારી કરી. 46 રનના વ્યક્તિગત સ્કોર પર રિઝવાન અક્ષરના બોલ પર ક્લીન બોલ્ડ થયો. આ પછી, સઈદ શકીલ 62 રન બનાવીને હાર્દિકના બોલ પર અક્ષરના હાથે કેચ આઉટ થયો.