બેંગલુરુઃભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ આજથી શરૂ થઈ રહી છે. પરંતુ, સવારથી બેંગલુરુમાં ભારે વરસાદને કારણે હજુ સુધી રમત શરૂ થઈ શકી નથી. મેચ માટે સવારે 9 વાગે ટોસ થવાનો હતો, જે હજુ સુધી થયો નથી.
જો કે, ચાહકો માટે સારા સમાચાર એ છે કે, એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની ડ્રેનેજ સિસ્ટમ ખૂબ જ ઉત્તમ છે, જેના કારણે વરસાદ બંધ થયાની ફક્ત 15 મિનિટ પછી જ મેદાન રમવા માટે તૈયાર થઈ જાય છે.
આ અહેવાલમાં અમે તમને ચિન્નાસ્વામી સ્ટેડિયમની વિશેષતાઓ જણાવીશું, જે દેશના શ્રેષ્ઠ અને ઉચ્ચ ગુણવત્તાની ડ્રેનેજ સિસ્ટમ માટે પ્રખ્યાત છે. જે વિશ્વના અમુક જ સ્ટેડિયમમાં જોવા મળે છે.
- 2017માં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સબ-સરફેસ એરેશન અને વેક્યૂમ-સંચાલિત ડ્રેનેજ સિસ્ટમ્સ રજૂ કરવામાં આવી હતી.
- તે 10,000 લિટર પ્રતિ મિનિટના દરે જમીનમાંથી પાણી કાઢી શકે છે.
- ગમે એટલો ભારે વરસાદ વરસે, તે છતાં સબએર સિસ્ટમ વરસાદ બંધ થયાના માત્ર 15 મિનિટ પછી મેદાનને રમત માટે તૈયાર કરી શકે છે,
- આ સિસ્ટમ અંદાજે રૂ. 4.25 કરોડના કુલ ખર્ચે બનાવવામાં આવી હતી, જેમાં અંદાજે 4.5 કિમી લાંબી પાઈપોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
- વરસાદ દરમિયાન, સબએર સિસ્ટમ તરત જ તેના ડ્રેનેજ મોડને સક્રિય કરે છે અને સપાટી પરથી વધારાનું પાણી દૂર કરે છે. આ ઝડપી ડ્રેનેજ ક્ષમતા એ સુનિશ્ચિત કરે છે કે ઘાસને કોઈ નુકસાન ન થાય, પાણીણે બને તેટલું ઝડપથી સૂકવી ડે છે, અને તેને સંબંધિત સમસ્યાઓ જે ટર્ફને નુકસાન પહોંચાડી શકે છે તેને અટકાવે છે.
IPL 2024 દરમિયાન આ વીડિયો વાયરલ થયો હતો: