અમદાવાદ: ભારતની મહિલા ક્રિકેટ ટીમ અને ન્યુઝીલેન્ડ મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ વચ્ચેની ત્રણ મેચની ODI શ્રેણીની ત્રીજી મેચ 29મી ઓક્ટોબરે રમાશે. બંને ટીમો વચ્ચેની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બપોરે 1:30 વાગ્યાથી શરૂ થશે. આ શ્રેણીમાં ભારતીય ટીમનું નેતૃત્વ હરમનપ્રીત કૌર કરી રહી છે. દરમિયાન, ન્યૂઝીલેન્ડની આગેવાની સોફી ડિવાઈન કરી રહી છે. બીજી મેચ હાર્યા બાદ છેલ્લી મેચમાં બંને ટીમ શ્રેણી જીતવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરશે.
શ્રેણી 1-1થી બરોબર:
પ્રથમ ODI મેચમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 59 રને હરાવ્યું હતું. પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમ 44.3 ઓવરમાં 227 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. જવાબમાં ભારતીય બોલરોએ ન્યૂઝીલેન્ડ ટીમને 40.4 ઓવરમાં 168 રન પર ઓલ- આઉટ કરી દીધી હતી. દીપ્તિ શર્માએ 51 બોલમાં 41 રન, યાશિકા ભાટિયાએ 33 બોલમાં 37 રન, જેમિમાહ રોડ્રિગ્સે 36 બોલમાં 35 રન બનાવ્યા હતા. આ તમામ બેટ્સમેનોમાં શેફાલી વર્માએ સૌથી ઝડપી 150 રનની સ્ટ્રાઈક રેટ સાથે બેટિંગ કરી હતી. શેફાલીએ 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 33 રન બનાવ્યા હતા.
બીજી વનડે મેચમાં ન્યુઝીલેન્ડ તરફથી સુઝી બેટ્સ અને જ્યોર્જિયા પ્લિમરે મળીને પ્રથમ વિકેટ માટે 87 રન જોડી શાનદાર બેટિંગ કરી હતી. સુઝી બેટ્સે 58 રન અને જ્યોર્જિયા પ્લિમરે 41 રન બનાવ્યા હતા. આ સિવાય મેડી ગ્રીને પણ 42 રનનું યોગદાન આપ્યું હતું. ટીમ તરફથી કેપ્ટન સોફી ડિવાઈને સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 86 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 79 રનની ઇનિંગ રમી હતી. ઉપરાંત કપ્તાન સોફી ડીવાઇને ત્રણ વિકેટ ઝડપી હતી. અને લિયા ટાહુહુએ 42 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ભારત તરફથી રાધા યાદવે 4, દીપ્તિ શર્માએ 2 અને સાયમા ઠાકોર અને પ્રિયા મિશ્રાએ 1-1 વિકેટ લીધી હતી.