પર્થ (ઓસ્ટ્રેલિયા): અહીંના ઓપ્ટસ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં ડાબા હાથના ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ઐતિહાસિક સદી ફટકારી છે. જયસ્વાલે ઓસ્ટ્રેલિયામાં તેની પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારીને ઓસ્ટ્રેલિયામાં 47 વર્ષના દુષ્કાળનો અંત લાવ્યો છે. આવું કરનાર તે ભારત તરફથી માત્ર ત્રીજો બેટ્સમેન બન્યો છે.
ઓસ્ટ્રેલિયામાં પોતાની પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન
- 101 - એમએલ જયસિમ્હા, બ્રિસ્બેન, 1967-68
- 113 - સુનીલ ગાવસ્કર, બ્રિસ્બેન, 1977-78
- 141* - યશસ્વી જયસ્વાલ, પર્થ, 2024
પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા હવે બેકફૂટ પર છે. અલબત્ત, ભારતનો પ્રથમ દાવ 150 રન સુધી જ સિમિત રહ્યો હતો. પરંતુ, ભારતે બીજા દાવમાં શાનદાર વાપસી કરી અને પર્થ ટેસ્ટમાં પોતાની પકડ મજબૂત કરી. યશસ્વી જયસ્વાલે કેએલ રાહુલ (77) સાથે 201 રનની ઓપનિંગ ભાગીદારી કરીને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું. બંને બેટ્સમેનોએ આ ઐતિહાસિક ભાગીદારી સાથે 38 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો.
ઓસ્ટ્રેલિયા સામે ભારત દ્વારા ઓસ્ટ્રેલિયામાં સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી.
- 201 રન - યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ - પર્થ - 2024
- 191 રન - સુનિલ ગાવસ્કર અને કૃષ્ણમચારી શ્રીકાંત - સિડની - 1986
- 165 રન - નીલ ગાવસ્કર અને ચેતન ચૌહાણ - મેલબોર્ન - 1981
- 141 રન - આકાશ ચોપરા અને વિરેન્દ્ર સેહવાગ - મેલબોર્ન - 2003
- 124 રન - વિનુ માંકડ અને ચંદુ સરવટે - મેલબોર્ન - 1948
- 123 રન - આકાશ ચોપરા અને વિરેન્દ્ર સેહવાગ - સિડની - 2004
પર્થ ટેસ્ટમાં ખાતું પણ ન ખોલનાર જયસ્વાલે બીજા દાવમાં શાનદાર પ્રદર્શન કર્યું અને જોશ હેઝલવુડના બોલ પર ગગનચુંબી છગ્ગો ફટકારીને તેની ચોથી ટેસ્ટ સદી પૂરી કરી. આ શાનદાર સદીની સાથે યશસ્વી જયસ્વાલે બીજા ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા.