નવી દિલ્હી: દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડે પાકિસ્તાનને 54 રનથી હરાવ્યું હતું. જેના કારણે ભારતીય ટીમના સેમિફાઈનલમાં પહોંચવાના દરવાજા પણ બંધ થઈ ગયા હતા. ન્યૂઝીલેન્ડે 4 મેચમાં 3 જીત સાથે સેમિફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું. બીજી તરફ પોઈન્ટ ટેબલમાં ટીમ ઈન્ડિયા ત્રીજા અને પાકિસ્તાન ચોથા ક્રમે છે. જેના કારણે ભારત અને પાકિસ્તાન ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા હતા.
ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 110 રન બનાવ્યા હતા, પરંતુ પાકિસ્તાનની ટીમ આ નાનકડા ટાર્ગેટને પણ હાંસલ કરી શકી ન હતી અને આખી ટીમ 11.4 ઓવરમાં 56 રનમાં સમેટાઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી મુનીબા અલીએ 15 રન અને સુકાની ફાતિમાએ 21 રન બનાવ્યા હતા. આ બે સિવાય અન્ય કોઈ બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યો નહોતો.