ઈન્દોરમાં: આપણાં ગુજરાતના 26 વર્ષીય વિકેટકીપર બેટ્સમેન ઉર્વિલ પટેલે સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફીમાં એક અઠવાડિયામાં બીજો ધમાકો કર્યો છે. તેણે T20માં વધુ એક આક્રમક સદી ફટકારી છે. જો કે, આ સદીની ગતિ પાછલી સદી કરતા થોડી ધીમી હોઈ શકે છે. પરંતુ તેનો મતલબ એવો નથી કે તેની ગણતરી ટી-20માં સૌથી ઝડપી ભારતીય સદીઓમાં નહીં થાય. ભારતીય બેટ્સમેનોએ ફટકારેલી ટી20 સદીની યાદીમાં તે ચોથા સ્થાને છે. નવાઈની વાત એ છે કે, આ લિસ્ટનો રાજા ઉર્વિલ પણ છે. આ વખતે ઉત્તરાખંડ સામે રમાયેલી મેચમાં ઉર્વીલ પટેલે બીજી સદી ફટકારી હતી.
36 બોલમાં તોફાની સદી:
એક અઠવાડિયાની અંદર, ઉર્વિલ પટેલે માત્ર 36 બોલમાં તેની કારકિર્દીની બીજી આક્રમક ટી20 સદી ફટકારી.આ સાથે તેણે યુસુફ પઠાણનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. યુસુફ પઠાણે 2010માં મુંબઈ ઈન્ડિયન્સ સામે 37 બોલમાં સદી ફટકારી હતી.
ગુજરાતનો વિજયઃ
ઉત્તરાખંડ સામે ઉર્વિલની કુલ ઇનિંગ્સ 41 બોલની હતી, જેમાં તેણે 280.49ની શાનદાર સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી. ઉર્વીલે 11 છગ્ગા અને 8 ચોગ્ગાની મદદથી અણનમ 115 રન બનાવ્યા હતા. ઉર્વિલના જોરદાર પ્રદર્શનને કારણે ગુજરાતે ઉત્તરાખંડ દ્વારા આપવામાં આવેલા 183 રનના લક્ષ્યાંકને માત્ર 13.1 ઓવરમાં હાંસલ કરી લીધો અને મેચ 8 વિકેટે જીતી લીધી.
- આ ઉપરાંત T20 ક્રિકેટ ઇતિહાસમાં ઉર્વિલ એકમાત્ર બેટ્સમેન (પુરુષ + મહિલા) છે, જેણે 40 બોલમાં બે સદી ફટકારી છે.
28 બોલમાં શતક:
આ પહેલા ઉર્વીલ પટેલે સૈયદ મુશ્તાક અલી ટી20 ટ્રોફીમાં 28 બોલમાં સદી ફટકારી હતી. ત્રિપુરા સામેની તે સદી કોઈપણ ભારતીય બેટ્સમેનની સૌથી ઝડપી ટી20 સદી બની હતી. ઉર્વીલે 32 બોલમાં સદી ફટકારીને રિષભ પંતનો રેકોર્ડ તોડ્યો હતો. આટલું જ નહીં, તે વર્લ્ડ રેકોર્ડ તોડીને બચી ગયો. સૌથી ઝડપી ટી20 સદીનો વર્લ્ડ રેકોર્ડ એસ્ટોનિયાના સાહિલ ચૌહાણના નામે છે, જેણે સાયપ્રસ સામે 27 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી.
આ પણ વાંચો:
- TPL સિઝન 6ની ઓપનરમાં બોપન્નાની રાજસ્થાન રેન્જર્સની સુમિત નાગલની ગુજરાત પેન્થર્સ સાથે થશે ટક્કર
- આંતરાષ્ટ્રીય ટેસ્ટ મેચ સમાન અંડર- 14 બાળકોની ટુડે મેચ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનની ડિસ્ટ્રીકટ મેચનો પ્રારંભ