ગુજરાત

gujarat

ETV Bharat / sports

રોહિત શર્મા પછી ટીમ ઈન્ડિયાના કેપ્ટન માટે સુરેશ રૈનાએ પહેલી પસંદ જણાવી, જાણો કોણ છે આ ખેલાડી - Shubman Gill - SHUBMAN GILL

ભારતીય ટીમના પૂર્વ ખેલાડી અને ડાબોડી ક્રિકેટર સુરેશ રૈનાએ ભારતીય ટીમની કેપ્ટનશિપને લઈને મોટી વાત કહી છે. એક ઈન્ટરવ્યુમાં રોહિત શર્માએ રોહિત બાદ ઉભરતા ખેલાડીને ભારતીય ટીમના કેપ્ટન તરીકે પસંદ કર્યો છે. વાંચો પૂરા સમાચાર....

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Apr 21, 2024, 5:31 PM IST

નવી દિલ્હી:ભારતીય ટીમના પૂર્વ ડાબોડી બેટ્સમેન સુરેશ રૈનાએ ભારતીય ટીમના કેપ્ટન વિશે એક મોટી વાત કહી છે. સુરેશ રૈનાની નજરમાં જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા અને ઋષભ પંત નહીં પરંતુ શુભમન ગિલ ટીમ ઈન્ડિયાના કેપ્ટન બની શકે છે. રૈનાએ કહ્યું કે, રોહિત શર્મા બાદ ગુજરાત ટાઇટન્સની આગેવાની કરી રહેલા શુભમન ગિલ કેપ્ટન બની શકે છે.

ઋષભ પંત અને હાર્દિક પંડ્યાના નામની ચર્ચા: રૈનાની આ ભવિષ્યવાણી એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે, ઘણા સિનિયર ખેલાડીઓ વિશે ચર્ચાઓ થતી રહે છે. ઋષભ પંત ઈજા બાદ IPLમાં પરત ફર્યો છે. તેણે ઘણી સારી ઇનિંગ્સ પણ રમી છે. હાર્દિક પંડ્યા હાલમાં મુંબઈનું સુકાન સંભાળી રહ્યો છે અને તેની કેપ્ટનશીપ હેઠળ ગુજરાતે એક વખત આઈપીએલનું ટાઈટલ જીત્યું હતું અને બીજી વખત ફાઇનલમાં પહોંચ્યું હતું.

સુરેશ રૈનાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું: જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તે ટીમનો વાઇસ કેપ્ટન પણ હતો, તેના વિશે પણ ચર્ચાઓ થઈ રહી છે. સુરેશ રૈનાએ એક ઈન્ટરવ્યુમાં આશા વ્યક્ત કરી છે કે, શુભમન ગિલ ભારતીય ટીમનો કેપ્ટન બની શકે છે.

ગિલ અંડર-19 વર્લ્ડ કપમાં કરી ચૂક્યો છે: હાલમાં શુભમન ગીલે IPLમાં કેપ્ટન તરીકે 3 મેચ જીતી છે જ્યારે ચાર મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. જો કે તેણે પોતાના નિર્ણયો દ્વારા ઘણી વખત એક સારા કેપ્ટનની ઝલક પણ દેખાડી છે. હવે જોવાનું એ રહે છે કે બાકીની મેચોમાં તેની કેપ્ટનશીપમાં ગુજરાત કેવું પ્રદર્શન કરે છે. જોકે, ગિલ અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની કપ્તાની કરી ચૂક્યો છે.

  1. આજે ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સનો મુકાબલો, મેચ સાંજે 7.30 વાગ્યાથી રમાશે - PBKS vs GT

ABOUT THE AUTHOR

...view details