જમૈકા: ફૂટબોલની દુનિયા સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. જમૈકાના કિંગસ્ટન, રોકફોર્ટ, પ્લેઝન્ટ હાઇટ્સમાં ફૂટબોલ મેચ દરમિયાન ગોળીબારની ગંભીર ઘટના બની હતી. આ ઘટનામાં 5 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. સાથે જ અનેક લોકો ઘાયલ પણ થયા છે. આ ઘટના બાદ પોલીસે આ વિસ્તારમાં 48 કલાકનો કર્ફ્યુ લગાવી દીધો છે.
જમૈકામાં ફ્રેન્ડલી ફૂટબોલ મેચ દરમિયાન એક હૃદયદ્રાવક ઘટના બની હતી. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે ચાહકો પોતાની ટીમને સપોર્ટ કરવા માટે મેદાનમાં એકબીજા સાથે લડતા હોય છે. પરંતુ પ્લેઝન્ટ હાઇટ્સ, રોકફોર્ટ, કિંગ્સ્ટનમાં ફૂટબોલ રમત દરમિયાન અનેક ગોળી કરવામાં આવ્યો. આ દરમિયાન 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઘણા લોકો ઘાયલ પણ થયા છે.
લાઇવ મેચમાં 5 લોકોની ગોળી મારી હત્યા:
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, અને જમૈકાના સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, સોમવાર, 21 ઓક્ટોબરના રોજ કિંગસ્ટનના રોકફોર્ટના પ્લેઝન્ટ હાઇટ્સમાં સોકરની રમત દરમિયાન થયેલા હુમલામાં પાંચ લોકોને ગોળી વાગી હતી. કિંગ્સ્ટન ઈસ્ટ પોલીસના ચીફ સુપરિન્ટેન્ડેન્ટ ટોમી ચેમ્બર્સે જણાવ્યું કે ગોળીબાર રાત્રે 8 વાગ્યે થયો હતો. કોન્સ્ટેબલરી કોમ્યુનિકેશન યુનિટ, જમૈકા કોન્સ્ટેબલરી ફોર્સની માહિતી શાખાએ પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. તે જ સમયે, પોલીસે આ ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા છે તેની માહિતી આપી નથી.