આંધ્રપ્રદેશ :ઇન્ડિયન પ્રીમિયર લીગમાં (IPL) ચેન્નાઇ સુપર કિંગ્સ સામેની મેચમાં સ્લો ઓવર રેટ જાળવી રાખવા બદલ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વિશાખાપટ્ટનમમાં રવિવારના રોજ રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 20 રને હરાવ્યું હતું.
રિષભ પંતને દંડ :IPL દ્વારા જારી કરાયેલા એક સત્તાવાર નિવેદન અનુસાર 31 માર્ચના રોજ વિશાખાપટ્ટનમના ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની તેમની ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ દરમિયાન સ્લો ઓવર રેટ જાળવી રાખવા બદલ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતને દંડ ફટકારવામાં આવ્યો છે. ચાલુ સીઝનમાં IPL ની આચાર સંહિતા હેઠળ ન્યૂનતમ ઓવર રેટના નિયમને આ ટીમે પ્રથમ વાર તોડ્યો હોવાથી કેપ્ટનને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
DC ની શાનદાર જીત :ઓપનર ડેવિડ વોર્નર અને સુકાની રિષભ પંતના અર્ધશતકની મદદથી દિલ્હી કેપિટલ્સે તેમની 20 ઓવરમાં 5 વિકેટે 191 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. બીજા દાવમાં દિલ્હી કેપિટલ્સના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેના થકી CSK ને 6 વિકેટે 171 રન પર અટકાવી દિલ્હી કેપિટલ્સે જીત મેળવી હતી.
પોઈન્ટ ટેબલ :આ સીઝનમાં દિલ્હી કેપિટલ્સની પ્રથમ જીત હતી અને તેના સાથે જ રિષભ પંતની આગેવાનીમાં ટીમ પોઇન્ટ ટેબલમાં સાતમા સ્થાને પહોંચી ગઈ છે. જ્યારે રુતુરાજ ગાયકવાડની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સને પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો. હાલ પોઈન્ટ ટેબલમાં CSK ચાર પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.
- ગુજરાતે હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું, મોહિત શર્મા પ્લેયર ઓફ ધ મેચ બન્યો, હૈદરાબાદ કોચ મુરલીધરની પ્રતિક્રિયા - IPL 2024 SRH Vs GT
- ગુજરાત ટાઈટન્સનો અનોખો ક્રેઝી ફેન, દરેક મેચમાં પોતાની મનપસંદ ટીમને પ્રોત્સાહિત કરવા પહોંચે છે અનોખા વેશમાં - IPL 2024