રિયાધ: સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ બે ગોલ કરીને અલ-નાસરની યુએઈના અલ વાસલ સામે 4-0થી જીત મેળવી લીધી છે. આ સાથે તેણે AFC ચેમ્પિયન્સ લીગ એલિટના આગામી રાઉન્ડમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરી દીધું છે. રોનાલ્ડોએ શાનદાર હેડરથી ગોલ કર્યો અને ગોલ કર્યા પછી તેણે નવી ઉજવણી કરી ચાહકોને મનોરંજન આપ્યું હતું. પોતાના ગોલનો આંકડો 923 પર પહોંચાડ્યા પછી, રોનાલ્ડોએ નવી રીતે ગોલની ઉજવણીની કરી.
રોનાલ્ડોએ 2 ગોલ કર્યા:
રોનાલ્ડો ઉપરાંત, અલી અલહસન અને મોહમ્મદ અલ-ફાતિલે પણ મેચમાં 1-1 ગોલ કર્યા. પાંચ વખતના બેલોન ડી'ઓર વિજેતાએ શાનદાર પ્રદર્શન સાથે તે રાતને યાદગાર બનાવી. અલી અલહસનના શરૂઆતના ગોલ પછી, પોર્ટુગીઝ સ્ટારે 44મી મિનિટે સ્પોટ કિકથી ગોલ કર્યો અને પછી 78મી મિનિટે લીપિંગ હેડરથી તેના સ્કોરમાં બીજો ગોલ ઉમેર્યો.
રોનાલ્ડોનો નવો ગોલ સેલિબ્રેશન વીડિયો વાયરલ:
માન્ચેસ્ટર યુનાઇટેડના ભૂતપૂર્વ ફૂટબોલર પોતાના ગોલ પ્રખ્યાત 'સિઉ' સેલિબ્રેશન માટે જાણીતા છે. જોકે, આ વખતે તેણે અલગ જ અંદાજમાં ઉજવણી કરી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં, રોનાલ્ડો વિમાનનું ટેક-ઓફ કરતો અને તે પછી અચાનક વિમાનનું ક્રેશ લેન્ડિંગ બતાવવાની એક્શન કરે છે.
રોનાલ્ડોના આંતરરાષ્ટ્રીય ગોલ:
39, વર્ષીય રોનાલ્ડોના બે ગોલ સાથે તેમના આંતરરાષ્ટ્રીય ગોલની સંખ્યા 923 થઈ ગઈ છે. 2026 માં ફીફા વર્લ્ડ કપ નજીક આવી રહ્યો છે, ત્યારે એ જોવું રસપ્રદ રહેશે કે, શું રોનાલ્ડો પોતાની ફિટનેસ જાળવી રાખીને ફૂટબોલ મેદાન પર પોતાનું પ્રભાવશાળી પ્રદર્શન ચાલુ રાખી શકશે.
આ પણ વાંચો:
- ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક તેમના સસરા સાથે વાનખેડે સ્ટેડિયમમાં માણ્યો મેચનો આનંદ
- નટરાજ મુદ્રા સાથે 193 કિલો વજન ઉપાડ્યું, નેશનલ ગેમ્સ 2025માં વેઇટલિફ્ટર જગદીશનું અસાધારણ પ્રદર્શન