નવી દિલ્હીઃભારતીય ક્રિકેટમાં આવા ઘણા ક્રિકેટરોનો જન્મ થયો છે, જેમણે બોલ અને બેટથી ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ તમામ ક્રિકેટરોએ પોતાની જોરદાર રમતથી વિરોધીઓને પરસેવો પાડી દીધો હતો. પરંતુ એવા ઘણા ક્રિકેટરો છે જેમણે પોતાના વિરોધીઓને મેદાન પર રડાવ્યા, તો બીજું બાજુ પ્રેમની પીચ પર ક્લીન બોલ્ડ થયા. પ્રેમમાં પડવાથી તેમનો ફાયદો ન થયો અને તે લોકોનું નામ વિવાદોમાં ફસાઈ ગયું. તો આજે અમે તમને એવા ભારતીય ક્રિકેટરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ પોતાના વિવાદાસ્પદ પ્રેમ સંબંધોના કારણે ચર્ચામાં રહ્યા છે.
ભારતીય ક્રિકેટરોના વિવાદાસ્પદ પ્રેમ-પ્રકરણ, જાણો છૂટાછેડા પછી કોની સાથે વિતાવી રહ્યા છે જીવન? - Love Affairs of Cricketers - LOVE AFFAIRS OF CRICKETERS
ભારતના એવા 7 ખેલાડીઓ જેમના પ્રેમ પ્રસંગોની હેડલાઇન્સ એક સમયે ઘણી ચર્ચિત રહી હતી. તો જાણો એવા કયા ખેલાડીઓ છે, જેમનો પ્રેમ પ્રસંગ ખૂબ ચર્ચિત રહ્યો હતો, અને બીજી વખત લગ્ન કર્યા બાદ તે કોની સાથે જીવન વિતાવી રહ્યા છે.
ભારતીય ક્રિકેટ ટીમ ((ANI PHOTO))
Published : Aug 26, 2024, 1:45 PM IST
ભારતીય ક્રિકેટરોના વિવાદાસ્પદ પ્રેમ-પ્રકરણો:
- મોહમ્મદ અઝહરુદ્દીન: પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનનું લવ લાઈવ વિવાદોમાં ઘેરાયેલું રહ્યું હતું. તેણે બે વાર લગ્ન કર્યા પણ તેના બંને લગ્ન સફળ ન થયા. ક્રિકેટરના પહેલા લગ્ન નૌરીન સાથે થયા હતા, જેનાથી તેને 2 બાળકો હતા. આ પછી બોલિવૂડ અભિનેત્રી સંગીતા બિલજાની સાથેના તેના અફેરની ખૂબ ચર્ચા થઈ હતી. તેણે 1996 માં અભિનેત્રી સાથે લગ્ન કર્યા અને તેની પ્રથમ પત્નીને છોડી દીધી. તમને જણાવી દઈએ કે, સંગીતા અઝહરુદ્દીન પહેલા સલમાન ખાન સાથે લગ્ન કરવા જઈ રહી હતી. ફિક્સિંગના કારણે ક્રિકેટરની કારકિર્દી ખતમ થઈ ગઈ.
- દિનેશ કાર્તિક: પૂર્વ ભારતીય વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને તેના જ મિત્રએ દગો આપ્યો હતો. તેની લવ લાઈફ ઘણા વિવાદોથી ઘેરાયેલી રહી છે. કાર્તિકની પહેલી પત્ની નિકિતાનું ભારતીય ક્રિકેટર મુરલી વિજય સાથે અફેર હતું, જે દિનેશ કાર્તિકના મિત્ર હતા. આ પછી કાર્તિક અને નીતિકા અલગ થઈ ગયા અને દિનેશ કાર્તિકે બીજી વખત ભારતીય સ્ક્વોશ ખેલાડી દીપિકા પલ્લીકલ સાથે લગ્ન કર્યા.
- મોહમ્મદ શમી: ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનું લવ લાઈવ વિવાદોની સાથે-સાથે અનેક સમસ્યાઓથી પણ ઘેરાયેલું છે. શમીએ 2014માં કોલકાતાની મોડલ અને અભિનેત્રી હસીન જહાં સાથે લગ્ન કર્યા હતા. આ પછી હસીન જહાંએ તેની સામે ઘરેલુ હિંસા, બળાત્કાર અને અન્ય મહિલાઓ સાથે સંબંધ રાખવા જેવા ગંભીર આરોપ લગાવીને કેસ દાખલ કર્યો હતો. શમી વર્ષ 2015માં પિતા બન્યો હતો પરંતુ હવે તે તેની પત્નીથી અલગ થઈ ગયો છે. આ સમયગાળા દરમિયાન તેને ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું હતું. હવે શમીનું નામ ક્યારેક સામિયા મિર્ઝા સાથે તો ક્યારેક અન્ય અભિનેત્રીઓ સાથે જોડાય છે.
- વિનોદ કાંબલી: ભારતના ભૂતપૂર્વ ડાબા હાથના ઓપનિંગ બેટ્સમેન અને સચિન તેંડુલકરના મિત્ર વિનોદ કાંબલીની લવ લાઈફ પણ ખૂબ ચર્ચિત રહી હતી. કાંબલીએ 1998માં નોએલા લુઈસ સાથે લગ્ન કર્યા હતા. આ પછી તેનું મોડલ એન્ડ્રીયા હેવિટ સાથે અફેર હતું. તેણે તેની પ્રથમ પત્નીને છૂટાછેડા આપ્યા અને પછી હેવિટ સાથે બીજી વાર લગ્ન કર્યા. આજે તે ઘણી મુશ્કેલીમાં પોતાનું જીવન જીવી રહ્યો છે.
- સૌરવ ગાંગુલી: ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને ધમાકેદાર બેટ્સમેન સૌરવ ગાંગુલીની લવ લાઈફમાં પણ ઘણા ઉતાર ચઢાવ આવ્યા. ગાંગુલીએ 1997માં તેના પરિવાર વિરુદ્ધ ડોના સાથે લગ્ન કર્યા હતા. આ પછી સમાચાર આવ્યા કે સૌરવ બોલિવૂડ અને સાઉથ એક્ટ્રેસ નગમા સાથે રિલેશનશિપમાં છે. આ પછી તેની પત્ની ડોના તેને છૂટાછેડા આપવા માંગતી હતી પરંતુ એવું ન થયું અને સૌરવની પત્નીએ તેમના અફેરના સમાચારોને અફવા ગણાવીને સમગ્ર મામલાને ખતમ કરી દીધો.
- જવગલ શ્રીનાથ: ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથની લવ લાઈફ પણ વિવાદાસ્પદ રહી છે. તેમણે વર્ષ 1999માં જ્યોત્સના સાથે લગ્ન કર્યા હતા. આ પછી તેને માધવી પતરાવલી નામની પત્રકાર સાથે પ્રેમ થયો અને તેણે તેની પત્નીને છૂટાછેડા આપી દીધા. આ પછી, 2008 માં તેણે માધવી સાથે બીજા લગ્ન કર્યા. આજકાલ તે મેચ રેફરી તરીકે મેદાન પર જોવા મળે છે.
- હાર્દિક પંડયા: ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની લવ લાઈફ વિવાદિત અને રોમાંચક રહી છે. હાલમાં જ તેણે તેની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકથી છૂટાછેડા લીધા છે. હવે હાર્દિકનું નામ બ્રિટિશ સિંગર જાસ્મીન વાલિયા સાથે જોડવામાં આવી રહ્યું છે. હાર્દિક પંડ્યાને એક પુત્ર પણ છે.