નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન ટીમ હાલમાં સીમિત ઓવરોની શ્રેણી માટે ઈંગ્લેન્ડમાં છે. પરંતુ ઈંગ્લેન્ડ જતા પહેલા તેણે સ્કોટલેન્ડની મુલાકાત લીધી હતી. જ્યાં ઓસ્ટ્રેલિયા 15 હજાર 182 કિલોમીટરનું અંતર કાપીને પહોંચ્યું છે. ઓસ્ટ્રેલિયાની ટીમ અહીં 3 T20 મેચોની સીરીઝ રમવા ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ સપ્ટેમ્બરમાં આ પ્રવાસ પર 3-0થી શ્રેણી જીતી હતી. પરંતુ પછી તેમના કેપ્ટનને કપ નહીં પણ 'વાટકો' આપવામાં આવ્યો.
જીત બદલ મળ્યો વાટકો:
ક્રિકેટમાં પણ વિજેતા ટીમ કે તેના ખેલાડીઓ સાથે વિચિત્ર ઘટનાઓ બનતી રહી છે. સ્કોટલેન્ડમાં ઓસ્ટ્રેલિયન ટીમને સોંપવામાં આવેલો અલગ પ્રકારની ટ્રોફી તેમાંથી એક છે. ઠીક છે, જે હતો એક વાટકો. આમ તો આ 'વાટકા' નું પોતાનું અલગ જ મહત્વ છે.
'વાટકા'નું મહત્વ:
સ્કોટલેન્ડ સામે ટી-20 સિરીઝ જીત્યા બાદ પ્રસ્તુતકર્તા દ્વારા ઑસ્ટ્રેલિયન કેપ્ટન મિશેલ માર્શને રજૂ કરવામાં આવેલ 'વાટકો' (ટ્રોફી) એ સ્કોટિશ સંભારણું હોવાનું કહેવાય છે. જેનો ઉપયોગ વ્હિસ્કી રાખવા માટે થાય છે. સ્કોટલેન્ડનું રાષ્ટ્રીય પીણું વ્હિસ્કી છે. માટે આ સ્કોટિશ પરંપરાને અનુસરીને ઓસ્ટ્રેલિયન ટીમે 'વાટકા'માં વ્હિસ્કી કાઢી અને તમામ ખેલાડીઓએ એક-એક ચુસ્કી લીધી, અને 'વાટકા' સાથે ગ્રુપ ફોટો માટે પોઝ આપ્યો હતો.
ઈંગ્લેન્ડમાં 3 T20 અને 5 ODI શ્રેણી:
સ્કોટલેન્ડમાં T20 સીરીઝ જીતીને અને ટ્રેડિશનલ કપ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમ ઈંગ્લેન્ડ જવા રવાના થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાને ઈંગ્લેન્ડમાં 3 T20 મેચોની શ્રેણી રમવાની છે, જે 11 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી રમાશે. તેમજ બંને ટીમો વચ્ચે 5 ODI મેચોની સિરીઝ 15 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ વનડે શ્રેણી 29 સપ્ટેમ્બર સુધી ચાલશે.
આ પણ વાંચો:
- સ્પોર્ટ્સમાં પણ તાલિબાનની સરમુખત્યારશાહી, હવે અફઘાનિસ્તાનમાં આ રમત પર પ્રતિબંધ... - Taliban Banned Sports
- ક્રિકેટના ઇતિહાસમાં પહેલીવાર આવું બન્યું, વડાપ્રધાને કેપ્ટનને હટાવી બેટિંગ શરૂ કરી... - PM Play Cricket