મુંબઈ: અનુષ્કા શર્મા આખરે તેના પુત્ર અકાય કોહલીના જન્મ પછી પ્રથમ વખત સત્તાવાર રીતે જાહેરમાં આવી. ગુજરાત ટાઇટન્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચમાં અનુષ્કા શર્મા તેના ક્રિકેટર પતિ વિરાટ કોહલીને સપોર્ટ કરવા પહોંચી હતી. ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાઈ રહી છે અને ચાહકો અનુષ્કાને સ્ટેન્ડમાં જોઈને ખૂબ જ ખુશ અને ઉત્સાહિત હતા.
અકાયના જન્મ પછી પહેલીવાર પતિ વિરાટ કોહલીને ચીયર કરવા આવી અનુષ્કા શર્મા,ચાહકો અનુષ્કાને સ્ટેન્ડમાં જોઈને ખૂબ જ ખુશ અને ઉત્સાહિત હતા - ANUSHKA SHARMA - ANUSHKA SHARMA
4 મેના રોજ, બોલીવુડ અભિનેત્રી RCB અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચમાં તેના પતિ વિરાટ કોહલીને સમર્થન આપવા આવી હતી. તેના પુત્ર અકાયના જન્મ પછી આ તેનો પ્રથમ પબ્લિક અપેરિયન્સ છે.

Published : May 5, 2024, 1:36 PM IST
અકાયના જન્મ પછી પહેલીવાર જોવા મળી અભિનેત્રી:સ્ટેન્ડમાં બેઠેલી અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. લાંબા સમય પછી પતિને રમતા જોઈને અનુષ્કા હસતી જોવા મળી હતી. તેના પુત્ર અકાયના જન્મ પછી આ પ્રથમ વખત છે જ્યારે તે જાહેર સ્થળે જોવા મળી છે. તાજેતરમાં, અભિનેત્રીના જન્મદિવસ પર, વિરાટે સોશિયલ મીડિયા પર સુંદર તસવીરો શેર કરી અને તેના માટે હૃદય સ્પર્શી નોંધ લખી. જે બાદ વિરાટ અને તેના RCB ખેલાડીઓએ સાથે મળીને અનુષ્કાનો જન્મદિવસ ઉજવ્યો હતો.
અનુષ્કા RCBની જીત પર જૂમી ઉઠી:IPL 2024 ની 52મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ગુજરાતે 10 વિકેટ ગુમાવીને 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેનો પીછો કરતાં આરસીબીએ 6 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું અને જીત મેળવી હતી. લાંબા સમય બાદ અનુષ્કાની હાજરી ફરી વિરાટ માટે લકી સાબિત થઈ.