કોલકાતા:TMCએ રવિવારે પશ્ચિમ બંગાળની તમામ 42 લોકસભા બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી. આ યાદીમાં આઠ વર્તમાન સાંસદોના નામ યાદીમાં નથી. ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ અને કીર્તિ આઝાદ જેવા ઘણા નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા છે. પાર્ટીએ ફરી 16 વર્તમાન સાંસદોને ટિકિટ આપી છે. 12 મહિલાઓને મેદાનમાં ઉતારવામાં આવી છે.
lok sabha election 2024: TMCએ તમામ 42 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા, ઘણા સાંસદોની ટિકિટ કપાઈ
TMCએ આગામી લોકસભા ચૂંટણી 2024 માટે 42 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીના ઉમેદવારોમાં પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ અને પાર્ટીના નેતા મહુઆ મોઇત્રાનો સમાવેશ થાય છે. સંપૂર્ણ યાદી જુઓ.
Published : Mar 10, 2024, 3:46 PM IST
|Updated : Mar 10, 2024, 3:51 PM IST
ક્રિકેટર યુસુફ પઠાણ બહેરામપુર લોકસભા સીટથી જ્યારે કીર્તિ આઝાદ બર્ધમાન-દુર્ગાપુર સીટ પરથી ચૂંટણી લડશે. બસીરહાટ લોકસભા બેઠક પરથી,જેમાં સંદેશખાલીનો સમાવેશ થાય છે ત્યાંથી ટીએમસીએ વર્તમાન સાંસદ નુસરત જહાંની જગ્યાએ તેના ભૂતપૂર્વ સાંસદ હાજી નુરુલ ઈસ્લામને મેદાનમાં ઉતાર્યા છે. TMCએ કૃષ્ણનગર સીટ પરથી લોકસભામાંથી બરતરફ કરાયેલા સાંસદ મહુઆ મોઇત્રાને સતત બીજી વખત ફરીથી ઉમેદવાર બનાવ્યા છે.
કોલકાતાના બ્રિગેડ પારાદા મેદાન ખાતે યોજાયેલી ટીએમસીની મેગા રેલીમાં આ સૂચિની જાહેરાત કરવામાં આવી હતી, જ્યાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કહ્યું હતું કે પાર્ટી રાજ્યની તમામ 42 બેઠકો પર એકલા લોકસભા ચૂંટણી લડશે.