ગુજરાત

gujarat

ETV Bharat / politics

સૌથી ઉંચુ મતદાન મથક, 119 મતદાર માટે 19 કિમી પગપાળા અને ત્રણ પહાડી પારને કરીને પહોંચે છે મતદાનકર્મી - Rajasthan Lok Sabha Election 2024

રાજસ્થાનમાં 26 એપ્રિલે સવારે 7 વાગ્યાથી બીજા તબક્કાનું મતદાન શરૂ થશે. ચૂંટણી વિભાગ મતદાનની ટકાવારી વધારવા માટે તમામ શક્ય પ્રયાસો કરે છે. જાલોર-સિરોહી લોકસભા બેઠકમાં અરવલ્લી પહાડીઓની વચ્ચે આવેલા શેરગાંવ મતદાન મથક પર ચૂંટણી પંચના પ્રયાસોની એક ઝલક જોવા મળી છે. અહીં પહોંચવા માટે, મતદાનકર્મીઓને દુર્ગમ પહાડીઓ પર પગપાળા 19 કિલોમીટર પગપાળા ચાલવું પડે છે. અહીં માત્ર 119 મતદારો છે. જાણો સંપૂર્ણ સમાચાર shergaon polling booth of jalore sirohi lok sabha seat

સૌથી ઉંચુ મતદાન મથક,
સૌથી ઉંચુ મતદાન મથક,

By ETV Bharat Gujarati Team

Published : Apr 25, 2024, 11:03 PM IST

સૌથી ઉંચુ મતદાન મથક

સિરોહી:રાજસ્થાનમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન શુક્રવારે સવારે 7 વાગ્યાથી શરૂ થશે. 13 બેઠકો પર થઈ રહેલા મતદાનમાં જાલોર-સિરોહી બેઠકનો પણ સમાવેશ થાય છે. ચૂંટણી પંચ દ્વારા મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મતદાન કર્મચારીઓ પોતપોતાના નિર્ધારિત બૂથ પર પહોંચી ગયા છે, પરંતુ રાજસ્થાનમાં કેટલાક મતદાન મથકો એવા દુર્ગમ વિસ્તારોમાં છે જ્યાં મતદાન કર્મચારીઓને ત્યાં સુધી પહોંચવા માટે ઘણા પ્રયત્નો કરવા પડે છે. અમે આપને આવા જ એક પોલિંગ બૂથ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

દુર્ગમ મતદાનમથક: સિરોહીનું શેરગાંવ એવું જ એક મતદાન મથક છે, જે અરવલીની દુર્ગમ પહાડીઓ વચ્ચે આવેલું છે. તે દરિયાઈ સપાટીથી અંદાજે 1550 મીટરની ઉંચાઈ પર આવેલું છે, અહીં કનેક્ટિવિટી નામ પર કંઈ જ નથી. મોબાઈલ પર વાત કરવી હોય તો પણ ગામની બહાર જઈને ઉંચી ટેકરી ઉપર જવું પડે છે. અહીં પહોંચવા માટે કોઈ રસ્તો નથી. અરવલ્લીના ખડકાળ અને દુર્ગમ રસ્તાઓ પર ચાલીને મતદાન કાર્યકર્તાઓ અહીં પહોંચે છે. આ મતદાન મથક સંપૂર્ણપણે કુદરતી સંસાધનો પર આધારિત છે.

માત્ર 119 મતદારો: આ મતદાન મથક પર માત્ર 119 મતદારો છે, પરંતુ ચૂંટણી પંચનો આશય દરેકને મતદાન કરવાની તક મળે તેવો છે. જેના કારણે આ લોકોને પહેલીવાર તેમના જ ગામના આ મતદાન મથક પર દેશની સરકાર ચૂંટવાની તક મળી રહી છે. અહીં પહોંચવું મતદાન કાર્યકરો માટે પડકારોથી ભરેલું છે, કારણ કે અહીં પહોંચવા માટે લગભગ 19 કિલોમીટર પગપાળા જવું પડે છે. અહીં સુધી પહોંચવાનો રસ્તો પણ સરળ નથી. ત્યાં કોઈ પાકો રસ્તો નથી, ખાડો રસ્તો છે, તે પણ મુશ્કેલીઓથી ભરેલો છે. ત્રણ ટેકરીઓ પાર કરીને આ ગામમાં પગપાળા પહોંચી શકાય છે.

પરત ફરવું એ પણ એક પડકારઃપ્રશાસન વતી પોલીસ વિભાગના બે જવાનો, મોબાઈલ યુનિટના બે જવાનો, હોમગાર્ડના બે જવાનો અને પોલિંગ પાર્ટીના ચાર સભ્યોનો આ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેમણે પગપાળા જહેમત ઉઠાવી છે. આ ચૂંટણીમાં મતદાન કરવા માટે અરવલ્લીના દુર્ગમ પહાડોમાંથી પસાર થઈને મતદાન કેન્દ્ર સુધી પહોંચ્યા છે. આ મતદાન મથક પર ફક્ત તે જ મતદાન કર્મચારીઓને મોકલવામાં આવે છે જે શારીરિક રીતે ફિટ હોય. મતદાનકર્મીઓ માટે પડકારો અહીં પૂરા થતા નથી. મતદાન પૂર્ણ થયા બાદ સલામત રીતે અહીંથી પરત ફરવું એ પણ એક મોટો પડકાર છે, કારણ કે મોડી સાંજે મતદાન પૂર્ણ થયા બાદ ટીમે રાતના અંધારામાં રવાના થવું પડે છે અને માર્ગમાં જંગલી પ્રાણીઓનો પણ ભય રહે છે.

  1. લોકસભા ચૂંટણીમાં બીજા તબક્કામાં રાજસ્થાનની 13 સીટો પર મતદાનને લઇ તૈયારીઓ, સુરક્ષા દળો ગોઠવાયાં - Lok Sabha Election 2024
  2. રાજસ્થાન ભાજપ પ્રવક્તાનું નિવેદન, કોંગ્રેસ સત્તામાં આવશે, તો ક્ષત્રિયો માટે જૌહરની સ્થિતિ સર્જાશે - Rajasthan Lok Sabha Election 2024

ABOUT THE AUTHOR

...view details