ગુજરાત

gujarat

ETV Bharat / politics

પાટણ બેઠક જીતવા કોંગ્રેસે ભાજપના ભરતસિંહ ડાભી સામે ચંદનજી ઠાકોરને મેદાને ઉતાર્યા - Patan Lok Sabha Seat - PATAN LOK SABHA SEAT

લોકસભાની ચૂંટણીને અનુલક્ષી કોંગ્રેસ પાર્ટી દ્વારા બક્ષીપંચ સમાજના પ્રભુત્વવાળી ગણાતી પાટણ લોકસભા બેઠક જીતવા માટે ઠાકોર સમાજના અગ્રણી અને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને ટિકિટ આપતા કોંગ્રેસના આગેવાનો કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી રહે છે.

PATAN LOK SABHA SEAT
PATAN LOK SABHA SEAT

By ETV Bharat Gujarati Team

Published : Mar 22, 2024, 9:53 AM IST

પાટણ:લોકસભા 2024 ની ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટી દ્વારા સમગ્ર દેશમાંથી ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો માટેની સેન્સ પ્રક્રિયા તબક્કા વાર હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્રીય કોંગ્રેસ દ્વારા લોકસભા બેઠકો માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે જેમાં બક્ષીપંચ સમાજના પ્રભુત્વ વાળી ગણાતી પાટણ લોકસભા બેઠક ઉપર ઠાકોર સમાજના પ્રમુખ અને ચેતના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા છે.

Patan Lok Sabha Seat

છેલ્લા ઘણા વર્ષોથી પાટણ લોકસભા મતવિસ્તારને ભાજપ દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ જિલ્લામાં વિકાસલક્ષી એક પણ એમઓયુ કરવામાં આવ્યા નથી. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી કેન્દ્રીય વિદ્યાલય આજે પ્રબળ નેતૃત્વ ન હોવાને કારણે ધૂળ ખાઈ રહી છે.ત્યારે પાટણનો અવાજ પાર્લામેન્ટ સુધી કઈ રીતે પહોંચાડવો તે માટે મારા પ્રયત્નો રહેશે. - ચંદનજી ઠાકોર, ઉમેદવાર, પાટણ લોકસભા

પાટણ બેઠક જીતવા કોંગ્રેસે ચંદનજી ઠાકોરને મેદાને ઉતાર્યા

લોકસભા 2019માં મેળવી હતી જીત:2019ની લોકસભાની બેઠક જીતવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા જગદીશ ઠાકોરને ટિકિટ આપી હતી. જ્યારે આ બેઠક જાળવી રાખવા માટે ભાજપે ભરતસિંહ ડાભીને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા હતા. ચૂંટણીના પરિણામો જાહેર થતાં ભરતસિંહ ડાભીને 6,33368 મત મળ્યા હતા. જ્યારે હરીફ ઉમેદવાર જગદીશ ઠાકોરને 4,39,489 મત મળતા ભાજપના ભરતસિંહ ડાભીનો 1,93,879 મતે ભવ્ય વિજય થયો હતો અને ભાજપ એ આ બેઠક જાળવી રાખી હતી. હવે 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક જાળવી રાખવા માટે ભરતસિંહ ડાભીને ટિકિટ આપી છે. ત્યારે મતદારો કોને મત આપી વિજેતા બનાવે છે તે તો ચૂંટણી પરિણામો બાદ જ ખબર પડશે.

Patan Lok Sabha Seat
  1. આણંદ લોકસભા બેઠક પર હવે પાટીદાર v/s ક્ષત્રિયની જંગ, અમિત ચાવડાને ટિકિટ મળતાં ભાજપના મિતેશ પટેલ સામે લડશે ચૂંટણી - Anand Lok Sabha Seat
  2. કોંગ્રેસે ત્રીજી યાદી કરી જાહેર, અમિત શાહ સામે સોનલ પટેલ, આણંદથી અમિત ચાવડા લડશે - lok sabha election 2024
  3. Kheda Lok Sabha Seat: સતત ત્રીજી વખત સાંસદ દેવુસિંહ ચૌહાણને ખેડા લોકસભા બેઠક પરથી રિપીટ કરાયા
  4. અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસે જેની ઠુંમરને બનાવ્યા ઉમેદવાર, આવી છે રાજકીય-સામજીક કારકિર્દી... - lok sabha election 2024

ABOUT THE AUTHOR

...view details