જમ્મુ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ પર શાબ્દિક પ્રહારો કર્યા છે. PM એ તેજસ્વીના વીડિયો પર સવાલ ઉઠાવ્યા છે, જેમાં તે અને 'સન ઑફ મલ્લાહ' માછલી ખાઈ રહ્યાં છે. શુક્રવારે જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં ચૂંટણી રેલીને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે નવરાત્રિના દિવસે લોકો નોન વેજ ખાય છે અને લોકોની ભાવનાઓને ભડકાવવા માટે વીડિયો બતાવે છે.
'નવરાત્રિમાં નોનવેજ ખાવાનો વીડિયો બતાવીને કોને ખુશ કરવા માગો છો?' PMએ તેજસ્વીને પુછ્યો પ્રશ્ન - Narendra Modi Attacks On Tejashwi - NARENDRA MODI ATTACKS ON TEJASHWI
ચૂંટણી પ્રચાર દરમિયાન તેજસ્વી યાદવે હેલિકોપ્ટરમાં માછલી ખાવાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વીડિયોથી સર્જાયેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેજસ્વી યાદવ પર આકરા પ્રહારો કર્યા છે અને સવાલો ઉઠાવ્યા છે. PM મોદી જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં જનસભાને સંબોધિત કરી રહ્યા હતા તે દરમિયાન તેમણે તેજસ્વી યાદવ પર પણ શાબ્દિક નિશાન સાધ્યું હતું.
!['નવરાત્રિમાં નોનવેજ ખાવાનો વીડિયો બતાવીને કોને ખુશ કરવા માગો છો?' PMએ તેજસ્વીને પુછ્યો પ્રશ્ન - Narendra Modi Attacks On Tejashwi PMએ તેજસ્વીને પુછ્યો પ્રશ્ન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-04-2024/1200-675-21207296-thumbnail-16x9-jpg.jpg)
Published : Apr 12, 2024, 3:41 PM IST
|Updated : Apr 12, 2024, 4:31 PM IST
પીએમ મોદીનો તેજસ્વી યાદવ પર હુમલોઃ આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકો શ્રાવણમાં મટન ખાય છે, તો કેટલાક લોકો નવરાત્રિ દરમિયાન માછલી ખાય છે. આ દરમિયાન પીએમએ રાહુલ ગાંધી, લાલુ યાદવ અને તેજસ્વી યાદવનું નામ લીધા વગર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આવા લોકોની વિચારસરણીને મુઘલ વિચારસરણી ગણાવી છે.
"વોટ બેંક માટે આપ ચીડવવા માંગો છો. તમે કોને ચીડવવા માંગો છો? તમે નોન-વેજ ફૂડ અને નવરાત્રિ દરમિયાન આવા વીડિયો બતાવીને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડીને કોને ખુશ કરવાનો પ્રયાસ કરો છો? હું જાણું છું કે આજે જ્યારે હું આવું કહી રહ્યો છું ત્યારે આ લોકો તેઓ દારૂગોળો લઈને અને મારી ઉપર ગોળીઓ છોડશે. તેઓ મારો પાછળ પડી જશે. પરંતુ જ્યારે વસ્તુઓ અસહ્ય બની જાય છે, ત્યારે લોકશાહીમાં મારી જવાબદારી છે કે હું દેશની જનતાને વસ્તુઓની સાચી બાજુ જણાવું." - નરેન્દ્ર મોદી, વડાપ્રધાન